IPL ઓપનિંગ સેરેમનીમાં આ બોલિવૂડ સ્ટાર્સ આપશે હાજરી, આવી રીતે ફ્રીમાં જોઈ શકાશે

IPL ઓપનિંગ સેરેમનીમાં આ બોલિવૂડ સ્ટાર્સ આપશે હાજરી, આવી રીતે ફ્રીમાં જોઈ શકાશે


અમદાવાદઃ ભારતમાં ક્રિકેટને એક તહેવારની જેમ જોવામાં આવે છે. ત્યારે આ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમની 31 માર્ચે શરૂ થવા જઈ રહી છે. નોંધનીય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આ મેચ રમાશે. ત્યારે પહેલી જ મેચમાં દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામે યુવા કેપ્ટન હાર્દિક પંડ્યાનો પડકાર રહેશે. ધોની પોતાની કેપ્ટનશિપમાં ચેન્નઈને 4 વાર ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. જ્યારે હાર્દિકે પહેલીવાર કેપ્ટનશિપ સંભાળી અને ગુજરાત ટાઈટન્સ ટીમને ચેમ્પિયન બનાવી દીધી હતી.

IPL ઓપનિંગ સેરેમનીનો રંગારંગ કાર્યક્રમ
નોંધનીય છે કે IPLની ઓપનિંગ સેરેમનીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાનુ પરફોર્મન્સ કરશે. આ દરમિયાન અરિજિત સિંહ અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા નજરે પડશે. આની પુષ્ટિ બુધવારે આઈપીએલના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટે કરી દીધી છે.

અન્ય બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાઈ શકે
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ, રશ્મિકા મંધાના અને ટાઈગર શ્રોફ પણ આ સેરેમનીમાં ભાગ લઈ શકે છે. આ ત્રણ નામની સત્તાવાર માહિતી હજુ સુધી બહાર આવી શકી નથી. આની પહેલા મહિલા પ્રીમિયર લીગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં એક્ટ્રેસ કૃતિ સેનન, કિયારા અડવાણી અને પોપ સિંગર એપી ઢિલ્લોએ પરફોર્મ કર્યું હતું.

ક્યાં અને કેટલા વાગે શરૂ થશે
IPLની ઓપનિંગ સેરેમનીનું આયોજન 31 માર્ચે કરવામાં આવ્યું છે. જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કરાયું છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે સાંજે 6 વાગ્યાથી આ સેરેમનીની શરૂઆત થઈ જશે.

ફ્રીમાં કેવી રીતે લાઈવ સ્ટ્રીમ કરી શકાશે
ઈન્ડિયન પ્રીમિયર લીગના લાઈવ પ્રસારણના ઓફિશિયલ રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. આ મેચ ત્યાં લાઈવ જોઈ શકાશે. આની સાથે તેનું લાઈવ સ્ટ્રીમિંગ વાયાકોમ-18 પાસે પણ છે. જેથી કરીને ફ્રીમાં જો આ મેચ જોવી હોય તો જિયો સિનેમાની એપ અથવા તેની વેબસાઈટ પર જોઈ શકશો. ઉલ્લેખનીય છે કે જિયો સિનેમા પર લાઈવ મેચ જોવા માટે કોઈપણ પ્રકારની ફી આપવી પડશે નહીં. ફોનમાં જિયો સિનેમા એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી આ સેરેમની જોઈ શકાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *