IPLનો પીછો નથી છોડી રહ્યું સ્પોટ ફિક્સિંગનું ભૂત! ધોની vs IPS ઓફિસર મામલામાં મોટું અપડેટ - big update on mahendra singh dhoni vs ips officer ipl match fixing case

IPLનો પીછો નથી છોડી રહ્યું સ્પોટ ફિક્સિંગનું ભૂત! ધોની vs IPS ઓફિસર મામલામાં મોટું અપડેટ – big update on mahendra singh dhoni vs ips officer ipl match fixing case


નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2013ની સીઝન દરમિયાન સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજી સ્કેન્ડલનો મામલો ભલે પૂરો થઈ ગયો હોય, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલો એક મામલો હજુ પણ ચાલી રહ્યો છે. આઈપીએસ જી. સંપત કુમાર સામે મદ્રાસ હાઈકોર્ટમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોનીએ કરેલા બદનક્ષીના કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. કોર્ટે બંને પક્ષોને 8 માર્ચ 2014એ સિંગલ બેન્ચના ચુકાદા અને તેને લગતા બધા દસ્તાવેજોને રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ધોનીના વકીલ પીએસ રમનએ કોર્ટમાં દલીલ કરી કે, અધિકારી (જી સંપત કુમાર) તરફથી લગાવાયેલા આરોપો ઘણા નિંદનીય છે. તેઓ એક રિટાયર્ડ આઈપીએસ ઓફિસર છે. તેઓ શું મેળવવા ઈચ્છે છે? તેમણે વધુમાં કહ્યું કે, આ બધું ક્રિકેટની રમત સાથે સંબંધિત છે. મુદ્ગલ કમિટીએ તેના પર ધ્યાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટએ તેના પર ધ્યાન આપ્યું છે. હવે એક પોલીસ અધિકારીને ચિંતા કેમ છે?

કોર્ટે પક્ષોને સિંગલ બેન્ચ દ્વારા અપાયેલા 8 માર્ચ 2014ના આદેશ અને અન્ય બધા પ્રાસંગિક દસ્તાવેજ રજૂ કરવા કહ્યું. મામલાની સુનાવણી 31 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ ફિક્સિંગ અંગેના મામલે મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

5 વખત આઈપીએલ ચેમ્પિયન કેપ્ટન ધોનીએ 2014માં તત્કાલીન આઈજી સંપત કુમારને મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગમાં પોતાની (ધોની) સાથે સંલગ્ન કોઈ નિવેદન આપવા સામે રોક લગાવવા માટે કેસ કર્યો હતો. તેમણે વળતર પેટે 100 કરોડ રૂપિયાનો દાવો પણ કર્યો છે. બાદમાં કોર્ટએ 18 માર્ચ, 2014એ વચગાળાનો આદેશ આપી સંપત કુમાર પર ધોનીને લઈને કોઈપણ પ્રકારનું નિવેદન આપવા સામે રોક લગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, આઈપીએસ જી સંપત કુમાર સામે પણ એક બુકી પાસેથી રૂપિયા લેવાનો આરોપ લાગ્યો હતો. જોકે, તેમને આ મામલામાં ક્લિન ચિટ આપી દેવાઈ છે. જોકે, ધોની વિરુદ્ધ નિવેદન ન આપવાના 18 માર્ચ 2014એ કોર્ટના વચગાળાના આદેશ છતાં સંપત કુમારે કથિત રીતે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં કોર્ટ અને રાજ્યના સીનિયર વકીલો સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેની સામે ધોનીએ કોર્ટની અવમાનનો કેસ પણ કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *