ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં બનાવી પોતાની જગ્યા
ન્યૂઝીલેન્ડ તરફથી બેટિંગમાં જ્યોર્જિયા પ્લમરે 32 બોલમાં 35 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. આ સિવાય ઈસાબેલ ગેગે 22 બોલમાં 26 રનનું યોગદાન આપ્યું હતું. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન ન્યૂઝીલેન્ડ માટે કમાલ કરી શકી નહીં. બોલિંગમાં, અન્ના બ્રાઉનિંગે ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. આ સિવાયના બોલરો ભારતીય બેટિંગ લાઇન અપ માટે મુશ્કેલી ઊભી કરી શક્યા ન હતા.
પાર્શ્વી ચોપરાએ કમાલ કરી
ન્યૂઝીલેન્ડની બેટિંગ વખતે અગાઉ ભારતીય બોલરોનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. પાર્શ્વી ચોપરાએ ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું. પાર્શ્વીએ તેના ચાર ઓવરના સ્પેલમાં એક મેડન સાથે 20 રન આપ્યા હતા, જેમાં તેણે ત્રણ વિકેટ મેળવી હતી. પાર્શ્વી ઉપરાંત મન્નત કશ્યપ, તિસ્તા સંધુ, શેફાલી વર્મા અને અર્ચના દેવીએ પણ એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય બોલર્સ સામે ન્યુઝીલેન્ડની બેટિંગ ફ્લોપ
ભારતીય બોલરોની સામે ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરની હાલત એવી હતી કે તેણે માત્ર 10 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના ઓપનર બેટ્સમેન માત્ર ત્રણ રનનું યોગદાન આપી શક્યા હતા. જો કે જ્યોર્જિયા પ્લમર અને ઈસાબેલ ગેગે ચોક્કસપણે ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ આઉટ થતાં જ ટીમ ઈન્ડિયાના બોલરોએ ફરી એક વખત પકડ મજબૂત કરી લીધી