Today News

Indian team quarter final in asian games, એકપણ મેચ રમ્યા વિના ટીમ ઈન્ડિયા કેવી રીતે એશિયન ગેમ્સ ક્વાર્ટર ફાઈનલ પહોંચી! જુઓ ક્રિકટનું ગણિત – indian team asian games direct entry in quarter final

Indian team quarter final in asian games, એકપણ મેચ રમ્યા વિના ટીમ ઈન્ડિયા કેવી રીતે એશિયન ગેમ્સ ક્વાર્ટર ફાઈનલ પહોંચી! જુઓ ક્રિકટનું ગણિત - indian team asian games direct entry in quarter final


દિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં પહેલીવાર ભાગ લેવા માટે જઈ રહી છે. BCCIએ આ ટૂર્નામેન્ટમાં ભારત રમશે એ અંગે જાહેરાત કરતાની સાથે મેન્સ અને વુમન્સ ટીમ પણ બતાવી દીધી છે. એટલું જ નહીં આ ટૂર્નામેન્ટનું આયોજન ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર વચ્ચે થઈ રહ્યું છે. જેમાં ઈન્ડિયન વુમન્સ ટીમની મેચ 19 તારીખ તો મેન ટીમની મેચ 28 સપ્ટેમ્બરથી શરૂ થવા માટે જઈ રહી છે. હવે ભારતની બંને મહિલા અને પુરુષોની ટીમ ડાયરેક્ટ ક્વાર્ટર ફાઈનલમાં રમશે એવી માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઋતુરાજ ગાયકવાડને ઈન્ડિયન ટીમની કેપ્ટનશિપ આપવામાં આવી છે. જ્યારે મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રિત રહેશે.

ભારતની ક્વાર્ટરફાઈનલમાં ડાયરેક્ટ એન્ટ્રી કેવી રીતે!
એશિયન ગેમ્સમાં ભારતને ડાયરેક્ટ ક્વોર્ટર ફાઈનલમાં એન્ટ્રી મળી ગઈ છે. આ તમામ ટીમોમે તેમની ICC રેન્કિંગ છે એના આધારે ટેબલમાં સ્થાન અપાઈ રહ્યું છે. એટલે કે મેન ટૂર્નામેન્ટમાં કુલ 18 ટીમો ભાગ લેશે અને આટલી મેચો રમાશે. અહીં ઝેજિયાંગ ટેક સ્કૂલના ક્રિકેટ મેદાનમાં તમામ મેચનું આયોજન કરાશે. ઈન્ડિયન ક્રિકેટ ટીમને રેન્કિંગના આધારે સીધી ક્વાર્ટરફાઈનલમાં એન્ટ્રી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મહિલા અને પુરુષ બંને ટીમ હવે ડાયરેક્ટ ક્વાર્ટર ફાઈનલમાં જ રમશે. કારણ કે બંનેનું ICC T20i રેન્કિંગમાં મોટુ નામ છે.

શિખર ધવનને કેપ્ટનશિપ ન મળી, ઋતુરાજની પસંદગી
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી એશિયન ગેમ્સનું શેડ્યૂલ પણ વર્લ્ડ કપની વચ્ચે આવી રહ્યું છે. આવી સ્થિતિમાં BCCIએ આ માટે સેકન્ડ ક્લાસ ટીમની પસંદગી કરી છે. ટીમમાં રિંકુ સિંહ, પ્રભસિમરન અને શિવમ દુબે જેવા સ્ટાર્સ છે. ટીમની જાહેરાત થાય ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે તેની કમાન શિખર ધવનના હાથમાં આપવામાં આવશે. પરંતુ ઋતુરાજ ગાયકવાડની એશિયન ગેમ્સમાં નેતૃત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી. આ કારણે શિખરના ફેન્સ ચોક્કસપણે નિરાશ થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

BCCI પ્રથમ વખત ટીમ મોકલી રહ્યું છે
એવું નથી કે એશિયન ગેમ્સમાં પહેલીવાર ક્રિકેટ રમાઈ રહી છે. આ પહેલા પણ બે વખત આ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ BCCIએ ન તો પુરૂષ ટીમ મોકલી ન મહિલા ટીમ. વર્ષ 2010 અને 2014માં પણ એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2010માં પુરુષોમાં બાંગ્લાદેશ અને મહિલાઓમાં પાકિસ્તાને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ 2014માં પુરુષોમાં શ્રીલંકા અને મહિલાઓમાં પાકિસ્તાને ફરી એકવાર ગોલ્ડ જીત્યો હતો. ભારતીય ટીમ પ્રથમ વખત આ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે. આવી સ્થિતિમાં યુવા ટીમ પાસેથી દરેકને આશા છે કે તેઓ ચોક્કસપણે મેડલ લાવશે.

Exit mobile version