Today News

indian cricket team, છ કલાક એરપોર્ટ પર અટકેલી રહી ટીમ ઈન્ડિયા, આખી રાત ખેલાડીઓ થયા હેરાન, કરી ફરિયાદ – india tour west indies after a 4 hour delay indian cricket team demands day flights instead of night ones

indian cricket team, છ કલાક એરપોર્ટ પર અટકેલી રહી ટીમ ઈન્ડિયા, આખી રાત ખેલાડીઓ થયા હેરાન, કરી ફરિયાદ - india tour west indies after a 4 hour delay indian cricket team demands day flights instead of night ones


ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી હતી. પ્રથમ મેચ એકતરફી રહી હતી જેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે ઈનિંગ્સથી વિજય નોંધાવ્યો હતો. જ્યારે બીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો રહી હતી. બીજી ટેસ્ટ મેચ પણ ટીમ ઈન્ડિયા જીતી ગઈ હોત પરંતુ વરસાદે બાજી બગાડી દીધી હતી. ટેસ્ટ બાદ હવે બંને ટીમો વચ્ચે વન-ડે સીરિઝ રમાશે અને તે માટે ટીમ ઈન્ડિયા બારબાડોસ પહોંચી ગઈ છે. જોકે આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ટીમ ઈન્ડિયાને ત્રિનિદાદ એરપોર્ટ પર લગભગ સાડા છ કલાક રાહ જોવી પડી હતી. ટીમની ફ્લાઈટ 11 વાગે ઉપાડવાની હતી, પરંતુ તે 4 કલાક પછી એટલે કે સવારે 3 વાગે ટેકઓફ થઈ. એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ ભારતીય ખેલાડીઓ રાત્રે 8:40 વાગ્યે એરપોર્ટ માટે રવાના થયા હતા, પરંતુ ફ્લાઈટને સવારે 3 વાગ્યે ટેકઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ટીમ સવારે 5 વાગ્યે બારબાડોસ પહોંચી હતી. ખેલાડીઓ અને સ્ટાફ આનાથી ખુશ નથી અને બીસીસીઆઈને વહેલી સવારની ફ્લાઈટની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે.

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ રાત્રે 8:40 વાગ્યે એરપોર્ટ માટે હોટલમાંથી નીકળ્યા અને એરપોર્ટ પર લાંબો સમય રાહ જોવી પડી. ટીમ મેનેજમેન્ટે અમને મોડી રાતની ફ્લાઈટને બદલે વહેલી સવારની ફ્લાઈટ બુક કરવા વિનંતી કરી છે કારણ કે ખેલાડીઓ રમત પછી થોડો આરામ કરવા માગે છે. બીસીસીઆઈએ આ માટે સંમતિ આપી છે અને આગામી વખતે પણ આવો જ પ્રવાસ શેડ્યૂલ આપવામાં આવશે.

ટેસ્ટ શ્રેણી તેમની તરફેણમાં 1-0થી સમાપ્ત થયા બાદ ખેલાડીઓ થોડો આરામની આશા રાખતા હતા. બીજી ટેસ્ટનો અંતિમ દિવસ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો, જેના કારણે મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. ટેસ્ટ ટીમના મોટાભાગના ખેલાડીઓને વનડે ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં એક નાનો વિરામ પણ ખૂબ ફાયદાકારક છે. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવા વ્હાઈટ બોલની શ્રેણી માટે ટીમમાં સામેલ ખેલાડીઓ પહેલાથી જ બારબાડોસ પહોંચી ગયા હતા.

ઘણા ખેલાડીઓએ ટ્રાવેલમાં મુશ્કેલીના કારણે પ્રેક્ટિસમાંથી એક દિવસનો આરામ માંગ્યો છે. ટીમ 29 જુલાઈએ બીજી વન-ડેની સમાપ્તિ બાદ ક્વિન્સ પાર્ક ઓવલમાં સિરીઝ પૂરી કર્યા બાદ ત્રિનિદાદ પરત આવશે. અહીં ટીમ ટી20 સિરીઝ રમશે.

Exit mobile version