શુભમન ગિલની પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ સદીના કારણે ભારતે ટી20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડને 168 રનથી હરાવ્યું હતું. આ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત છે અને ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં ન્યૂઝીલેન્ડની સૌથી મોટી હાર છે. આ પહેલા ભારતે આયર્લેન્ડ સામે 143 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. પ્રથમ બેટિંગમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 66 રનમાં સમેટાઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડે પાવર પ્લેમાં જ 5 વિકેટ ગુમાવી
ન્યૂઝીલેન્ડની શરૂઆત ખુબ ખરાબ રહીં. હાર્દિક પંડ્યાએ પહેલી જ ઓવરમાં ફિન એલનને 3 રનમાં જ આઉટ કર્યો હતો જ્યારે બીજી ઓવરમાં અર્શદીપસિંહે ડેવોન કૉન્વે અને માર્ક ચૈપમૈનની વિકેટ ઝડપી હતી. જ્યારે ત્રીજી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ગ્લેન ફિલિપ્સની વિકેટ ઝડપી લીધી હતી. માઈકલ બ્રેસવેલને પાંચમી ઓવરમાં ઉમરાન મલિકે બોલ્ડ કર્યા હતા. 6 ઓવરમાં જ ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટ ગુમાવીને માત્ર 30 રન ફટકાર્યા હતા.

ભારતની શરૂઆત સારી નહતી
શુભમન ગિલે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખીને માત્ર 63 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી અણનમ 126 રન બનાવ્યા હતા. શુભનમ ગિલ ટી-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી મોટી ઈનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે. ટોસ જીતીને ભારતીય ટીમે બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જોકે પ્રથમ બેટિંગમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. માઈકલ બ્રેસવેલે બીજી જ ઓવરમાં ઈશાન કિશાનની વિકેટ ઝડપી લીધી હતી.
શુભનમ ગિલે બોલરોને ધોઈ નાંખ્યા
શુભનમ ગિલ સૈંટનરના બોલ પર એક રન બનાવીને 35 બોલમાં 50 રન માર્યા હતા.જ્યારે બીજી બાજુ સૂર્ય કુમાર યાદવે પણ 13 બોલમાં 24 રન ફટકાર્યા હતા. 13મી ઓવરમાં સૂર્ય કુમાર યાદવ આઉટ થયો. જ્યારે 18મી ઓવરમાં શુભનમ ગિલે ફર્ગ્યૂસની બોલ પર મિડ ઓફ પર ચોક્કો મારીને પોતાની સદી ફટકારી હતી.