india vs zimbabwe, T20 WC: ભારત માટે આસાન નથી રહ્યો ઝિમ્બાબ્વેનો પડકાર, પહેલા પણ આપી ચૂક્યું છે પીડા! - t20 world cup 2022 india should not take zimbabwe lightly

india vs zimbabwe, T20 WC: ભારત માટે આસાન નથી રહ્યો ઝિમ્બાબ્વેનો પડકાર, પહેલા પણ આપી ચૂક્યું છે પીડા! – t20 world cup 2022 india should not take zimbabwe lightly


ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની અંતિમ ગ્રુપ મેચમાં રવિવારે ભારતીય ટીમનો સામનો ઝિમ્બાબ્વે સામે થશે. ભારતીય ટીમ આ મેચ જીતી જશે તો તે ગ્રુપ-2માં પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહેશે. પરંતુ જો રોહિત શર્માની ટીમ હારી જશે તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે વરસાદમાં મેચ ધોવાઈ જશે અને તે રદ્દ થશે તો ભારત સેમિફાઈનલમાં પહોંચી જશે. ભારતીય ટીમ મજબૂત છે પરંતુ ઝિમ્બાબ્વેને હળવાશથી લઈ શકાય નહીં. વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં જ ઝિમ્બાબ્વેની ટીમ પાકિસ્તાનને પરાજય આપી ચૂકી છે. જેના કારણે પાકિસ્તાન હાલમાં ટુર્નામેન્ટની બહાર થવાના આરે પહોંચી ગયું છે. ભૂતકાળમાં ઝિમ્બાબ્વેની ટીમ કેટલીક મહત્વની મેચોમાં ભારતને ભારે પડી ચૂકી છે.

ભારતીય ટીમને પણ મૂકી છે મુશ્કેલીમાં
ઝિમ્બાબ્વેએ ભારતીય ટીમને પણ મુશ્કેલીમાં મૂકી છે. આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં બંને ટીમો સાત વખત આમને-સામને થઈ છે. જેમાંથી ભારતે પાંચ મેચ જીતી છે જ્યારે ઝિમ્બાબ્વેએ બે મેચમાં વિજય નોંધાવ્યો છે. છેલ્લે આ બંને ટીમો વચ્ચે 2016માં ટી20 મેચ રમાઈ હતી જેમાં ભારતીય ટીમ ફક્ત ત્રણ રનથી જીત્યું હતું. જેના કારણે ભારત ઝિમ્બાબ્વેને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં. 1999ના વન-ડે વર્લ્ડ કપમાં ઝિમ્બ્બાવે ભારતને મોટો ઘા આપી ચૂક્યું છે. ત્યારે ભારતીય ટીમને ત્રણ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટી20 વર્લ્ડ કપમાં આ બંને ટીમો પ્રથમ વખત આમને સામને થશે.

ઝિમ્બાબ્વેની બોલિંગ મજબૂત છે
ઝિમ્બાબ્વેની બોલિંગ ઘણી જ મજબૂત છે. તેના બોલર્સ પાસે વધારે ગતિ નથી પરંતુ તેમની લંબાઈ સારી છે. તેના કારણે તેમને પિચ પરથી ઉછાળ મળે છે. પાકિસ્તાન વિરુદ્ધ આનો જ ઉપયોગ કરીને ઝિમ્બાબ્વેએ વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડી પાસે તેમના વિરુદ્ધ રમવાનો વધારે અનુભવ નથી. ઝિમ્બાબ્વેની ટીમ તેનો પણ ફાયદો ઉઠાવી શકે છે.

સિકંદર રઝા હશે એક્સ ફેક્ટર
સિકંદર રઝા હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે 23 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 35ની સરેરાશ અને 151ની સ્ટ્રાઈક રેટથી 701થી વધુ રન નોંધાવ્યા છે. તેણે ચાર અડધી સદી ફટકારી છે. બોલિંગમાં પણ તેનું પ્રદર્શન દમદાર રહ્યું છે. તેણે 6.14ની ઈકોનોમી રેટથી રન આપીને 24 વિકેટ ખેરવી છે. તેણે ઓગસ્ટમાં ભારત વિરુદ્ધ વન-ડે સીરિઝમાં સદી ફટકારી હતી. તે ભારત વિરુદ્ધ એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *