india vs west indies t20, વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયા નોંધાવશે રેકોર્ડ, ફક્ત પાકિસ્તાને જ નોંધાવી છે આ સિદ્ધિ - india vs west indies team india to become just the second team after pakistan to play 200 t20is

india vs west indies t20, વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયા નોંધાવશે રેકોર્ડ, ફક્ત પાકિસ્તાને જ નોંધાવી છે આ સિદ્ધિ – india vs west indies team india to become just the second team after pakistan to play 200 t20is


ટેસ્ટ અને વન-ડે સીરિઝ બાદ હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ ટી20 ક્રિકેટ મેચની સીરિઝ રમાશે. જેની પ્રથમ ટી20 ગુરૂવારે રમાશે 2024માં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે પરંતુ ત્યારબાદ આગામી મોટી ટુર્નામેન્ટ ટી20 વર્લ્ડ કપ હશે. જે માટે ઘણા યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરવા માટે થનગની રહ્યા છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ત્રણ મેચ કેરેબિયનમાં રમાવાની છે જ્યારે અંતિમ બે ટી20 યુએસએમાં રમાશે. જોકે, ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20 મેચ રમવા ઉતરશે તે સાથે જ તે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લેશે.

પાકિસ્તાન બાદ ભારત ટી20ની બેવડી સદી ફટકારશે
ભારતીય ટીમ અત્યાર સુધીમાં 199 આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટ મેચ રમી ચૂકી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી20 મેચ ટીમ ઈન્ડિયાની 200મી આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ સાથે જ ભારતીય ટીમ પાકિસ્તાન બાદ 200 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમાનારી બીજી ટીમ બની જશે. પાકિસ્તાને અત્યાર સુધીમાં કુલ 223 ટી20 મેચ રમી છે. ભારતે 199 ટી20 મેચ રમી છે જેમાંથી 130 મેચમાં તેનો વિજય થયો છે. જ્યારે 63 મેચમાં ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 22 નવેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામે નેપિયરમાં રમાયેલી મેચ ટાઈ રહી હતી. જ્યારે પાંચ મેચનું પરિણામ આવી શક્યું ન હતું.

સળંગ પાંચ સીરિઝ જીતી હતી
ભારતે 4 નવેમ્બર 2018થી 7 ઓગસ્ટ 2022 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામે સળંગ પાંચ દ્વિપક્ષીય ટી20 સીરિઝ જીતી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કેરેબિયનમાં સાત ટી20 મેચ રમાઈ છે જેમાંથી ચારમાં ભારતનો વિજય થયો છે જ્યારે ત્રણમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ટી20 મેચોમાં રોહિત શર્મા સૌથી વધુ રન નોંધાવનારો બેટ્સમેન છે. તેણે 22 મેચમાં એક સદી અને પાંચ અડધી સદી સાથે 693 રન નોંધાવ્યો છે.

ઈવિન લૂઈસે ફટકારી છે બે સદી
આંતરરાષ્ટ્રીય ટી20માં ઈવિન લૂઈસ એક એવો બેટ્સમેન છે જેણે ભારત સામે બે સદી ફટકારી ચે. તેણે 27 ઓગસ્ટ 2016માં લોડરહિલમાં 49 બોલમાં 100 રન ફટકાર્યા હતા. જ્યારે 9 જૂલાઈ 2017ના રોજ કિંગસ્ટનમાં 62 બોલમાં 125 રન ફટાર્યા છે. આ કોઈ પણ બેટ્સમેન દ્વારા ભારત સામે નોંધાયેલી સર્વોચ્ચ વ્યક્તિગત ઈનિંગ્સ છે. ઈવિન લૂઈસ સિવાય ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને શેન વોટસન, સાઉથ આફ્રિકાના ડેવિડ મિલર અને રિલી રોસો તથા ન્યૂઝીલેન્ડનો કોલિન મુનરો એવા બેટ્સમેન છે જેમણે ભારત સામે સદી ફટકારી છે. ઈવિન લૂઈસ સિવાય વેસ્ટ ઈન્ડિઝનો કોઈ બેટ્સમેન ભારત સામે સદી ફટકારી શક્યો નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *