Today News

india vs west indies 2023, ત્રીજી વન-ડેઃ નિર્ણાયક મેચમાં ભારતીય બેટ્સમેનોનો ઝંઝાવાત, વિન્ડિઝ સામે 352 રનનો લક્ષ્યાંક – india vs west indies 3rd odi hardik pandya carnage lifts india to 351 in series decider

india vs west indies 2023, ત્રીજી વન-ડેઃ નિર્ણાયક મેચમાં ભારતીય બેટ્સમેનોનો ઝંઝાવાત, વિન્ડિઝ સામે 352 રનનો લક્ષ્યાંક - india vs west indies 3rd odi hardik pandya carnage lifts india to 351 in series decider


ઓપનર ઈશાન કિશન અને શુભમન ગિલની જોડી બાદ સંજૂ સેમસન તથા કેપ્ટન હાર્દિક પંડ્યાની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડે ક્રિકેટ મેચમાં જંગી સ્કોર નોંધાવ્યો છે. ભારતીય ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટે 351 રનનો સ્કોર નોંધાવ્યો હતો. હાલમાં ત્રણ વન-ડે મેચની સિરીઝ 1-1થી બરાબરી પર છે. પ્રથમ વન-ડેમાં ભારતનો વિજય થયો હતો જ્યારે બીજી વન-ડેમાં યજમાન કેરેબિયન ટીમ જીતી હતી. તેથી આ મેચ નિર્ણાયક છે. ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત માટે ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. જેના કારણે ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટે 351 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમ માટે ઈશાન કિશને 77, શુભમન ગિલે 85, સંજૂ સેમસને 51 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 70 રન ફટકાર્યા હતા.

ભારતના ચાર બેટ્સમેનોએ ફટકારી અડધી સદી
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઈશાન કિશન અને શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યા હતા અને તેમણે ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. આ જોડીએ ભારત માટે મોટા સ્કોરનો પાયો નાંખ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કંગાળ પ્રદર્શન કરવા બદલ શુભમન ગિલની ટીકા કરવામાં આવી હતી. પરંતુ અંતિમ વન-ડેમાં તેણે ફોર્મ પરત મેળવી લીધું હતું અને શાનદાર બેટિંગ કરી હતી. ઈશાન અને ગિલની જોડીએ 19.4 ઓવરમાં 143 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈશાન કિશને 64 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 77 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શુભમન ગિલે 11 ચોગ્ગાની મદદથી 92 બોલમાં 85 રન ફટકાર્યા હતા.

જોકે, ત્રતુરાજ ગાયકવાડ ફક્ત આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ બાદમાં સંજૂ સેમસન અને હાર્દિક પંડ્યાની જોડીએ આક્રમક બેટિંગ કરી હતી. આ જોડીએ શાનદાર બેટિંગ કરી હતી અને 69 રનની ભાગીદારી નોંધાવી હતી. સેમસને 41 બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 51 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 35 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે 30 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. પરંતુ હાર્દિક પંડ્યા અણનમ રહ્યો હતો. તેણે 52 બોલમાં અણનમ 70 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે રોમારિયો શેફર્ડે બે તથા અલઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને યાનિક કારિયાએ એક-એક વિકેટ ઝડપી હતી.

Exit mobile version