શમશેર સિંહે ખોલાવ્યું ખાતું
ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી મેચમાં પ્રથમ ક્વાર્ટર ગોલ વગરનો રહ્યો હતો. બંને ટીમોએ એકબીજાને મજબૂત ટક્કર આપી હતી. અંતે બીજા ક્વાર્ટરમાં 21મી મિનિટે શમશેર સિંહે ભારત માટે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો અને ટીમના ગોલનું ખાતું ખોલ્યું હતું. આ પ્રકારે હાફ ટાઈમ સુધીમાં ભારતે મેચમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ બીજા હાફમાં આકાશદીપે મોરચો સંભાળ્યો હતો અને એક ફિલ્ડ ગોલ નોંધાવીને ભારતની સરસાઈને 2-0 કરી દીધી હતી.
મેચમાં 2-0થી પાછળ રહ્યા બાદ વેલ્સની ટીમમાં નવી ઉર્જા આવી ગઈ હતી અને ત્રીજા ક્વાર્ટરમાં તેણે આક્રમક પ્રદર્શન કરતાં બે ગોલ નોંધાવ્યો હતો. આ સાથે જ સ્કોર 2-2થી બરાબરી પર આવી ગયો હતો. જોકે, આકાશદીપે મેચની 45મી મિનિટમાં એક અને શાનદાર ગોલ નોંધાવ્યો હતો. આમ ભારતે ફરીથી સરસાઈ મેળવી હતી અને સ્કોર 3-2 કરી દીધો હતો. ત્રીજા ક્વાર્ટરની રમત પૂરી થઈ હતી અને અંતિમ 15 મિનિટની શરૂઆત થઈ હતી. ભારતીય ખેલાડીઓ વેલ્સના ડિફેન્સને તોડવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ફાઈનલ હૂટર વાગી તે પહેલા થોડી મિનિટ પહેલા ટીમ ઈન્ડિયાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. કેપ્ટન હરમનપ્રીતે તેના પર ગોલ નોંધાવીને ભારતને 4-2થી વિજય નોંધાવ્યો હતો.