umesh yadav3

india vs bangladesh 2nd test 2022, બીજી ટેસ્ટઃ ઉમેશ અને અશ્વિનનો ઝંઝાવાત, બાંગ્લાદેશ પ્રથમ દિવસે જ ઓલ-આઉટ – ind vs bangladesh 2nd test umesh yadav and r ashwin shine as india skittle bangladesh


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 22 Dec 2022, 7:33 pm

India vs Bangladesh 2nd Test: બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. સુકાની લોકેશ રાહુલે (Lokesh Rahul) મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ પાસે બોલિંગની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ નવમી ઓવરમાં બોલિંગ આક્રમણમાં ફેરફાર કરતાં ઉમેશ યાદવને બોલિંગ સોંપી હતી. ઓપનર શાંટો અને ઝાકિર હસને 39 રનની ભાગીદારી નોંધાવી હતી

 

હાઈલાઈટ્સ:

  • બાંગ્લાદેશની ટીમ પ્રથમ દિવસે જ 227 રનમાં ઓલ-આઉટ, મોમિનુલ હકના 84 રન
  • ભારત માટે ઉમેશ યાદવ અને અશ્વિનની ચાર-ચાર વિકેટ, જયદેવ ઉનડકટને બે સફળતા
  • બે ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે
ઝડપી બોલર ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિનની ઘાતક બોલિંગની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે ગુરૂવારથી શરૂ થયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતે બાંગ્લાદેશનો પ્રથમ દાવ 227 રનમાં સમેટી લીધો હતો. ઝડપી બોલર ઉમેશ યાદવે 15 ઓવરમાં 25 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને પણ ચાર વિકેટ પોતાના નામે કરી હતી. 12 વર્ષ બાદ ટેસ્ટમાં પુનરાગમન કરનારા જયદેવ ઉનડકટને પણ બે સફળતા મળી હતી. ભારતે દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં વિના વિકેટે 19 રન નોંધાવ્યા હતા. શુભમન ગિલ 14 રન અને લોકેશ રાહુલ ત્રણ રને રમતમાં છે.

ઉમેશ યાદવ અને અશ્વિનનો તરખાટ
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. સુકાની લોકેશ રાહુલે મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ પાસે બોલિંગની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ નવમી ઓવરમાં બોલિંગ આક્રમણમાં ફેરફાર કરતાં ઉમેશ યાદવને બોલિંગ સોંપી હતી. ઓપનર શાંટો અને ઝાકિર હસને 39 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતને સૌ પ્રથમ સફળતા 12 વર્ષ બાદ ટેસ્ટમાં કમબેક કરી રહેલા જયદેવ ઉનડકટે અપાવી હતી. તેણે ઝાકિર હસનને આઉટ કર્યો હતો. હસને 34 બોલમાં 15 રન નોંધાવ્યા હતા.

ત્યારબાદ અશ્વિન અને ઉમેશનો ઝંઝાવાત શરૂ થયો હતો અને તેમની સામે બાંગ્લાદેશી બેટર્સ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યા ન હતા. શાંટોને અશ્વિને પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે 57 બોલમાં 24 રન નોંધાવ્યા હતા. બાંગ્લાદેશ માટે મોમિનુલ હક સૌથી વધુ 84 રન નોંધાવ્યા હતા. તેણે 157 બોલમાં 12 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 84 રન ફટકાર્યા હતા. જ્યારે મુશફિકુર રહિમ 26 અને લિટન દાસ 25 રન નોંધાવીને આઉટ થયા હતા. સુકાની સાકિબ અલ હસન 16 રન નોંધાવીને આઉટ થયો હતો. ભારત માટે ઉમેશ યાદવ અને અશ્વિને ચાર-ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે જયદેવ ઉનડકટને બે સફળતા મળી હતી.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *