રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કર્યું હતું
આ મેચમાં યુવાન બેટ્સમેન યશસ્વી જયસ્વાલે કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. અત્યાર સુધી શુભમન ગિલ અને રોહિત શર્માની જોડી ઓપનિંગ કરતી હતી. ચેતેશ્વર પૂજારા ટીમમાંથી બહાર થઈ થતાં ત્રીજા નંબરનું સ્થાન ખાલી થઈ ગયું છે. પ્રેક્ટિસ મેચમાં શુભમન ગિલ ત્યાં બેટિંગ કરવા આવ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત અને દ્રવિડે ત્રીજા નંબર પર ગિલને મેદાનમાં ઉતારવાનું નક્કી કરી લીધું હોય તેવી અપેક્ષા છે.
યશસ્વીએ 76 બોલમાં 56 રનની ઈનિંગ્સ રમી હતી. આ પછી તે રિટાયર હર્ટ થઈ ગયો હતો. રોહિત શર્મા 67 બોલ રમીને રિટાયર્ડ હર્ટ થયો હતો. આ મેચના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચાલી રહ્યા છે. જેમાં રોહિત શર્મા જયદેવ ઉનડકટની બોલ પર સિક્સર ફટકારતો જોવા મળી રહ્યો છે. યશસ્વી જયસ્વાલે પણ સારી બેટિંગ કરી હતી. પરંતુ અજિંક્ય રહાણે વિરાટ કોહલી સાથે કંઈ ખાસ કરી શક્યો નહોતો.
અક્ષર પટેલે પણ સારી બેટિંગ કરી હતી
અક્ષર પટેલ છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયા માટે બેટ વડે કમાલ કરી રહ્યો છે. તેણે આ મેચમાં પણ સારી બેટિંગ કરી હતી. અજિંક્ય રહાણે આઉટ થયા બાદ તે બેટિંગ કરવા આવ્યો હતો. આ સિવાય કેએસ ભરતે પણ બેટિંગ કરી હતી. રિશભ પંતના અકસ્માત બાદ ભરત પ્લેઈંગ ઈલેવનમાં રમી રહ્યો છે. અત્યાર સુધી તે કોઈ મોટી ઈનિંગ્સ રમી શક્યો નથી. આવી સ્થિતિમાં ઈશાન કિશનને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં રમવાની તક મળી શકે છે.