india tour of new zealand, T20 World Cup પછી 9 ભારતીય ખેલાડી જ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા, 9 પાછા ફર્યા, બે ગમે ત્યારે થઈ શકે છે નિવૃત્ત - india tour of new zealand: 9 players returns india from australia and 9 new join with team

india tour of new zealand, T20 World Cup પછી 9 ભારતીય ખેલાડી જ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા, 9 પાછા ફર્યા, બે ગમે ત્યારે થઈ શકે છે નિવૃત્ત – india tour of new zealand: 9 players returns india from australia and 9 new join with team


નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2022)માં સેમિફાઈનલમાંથી બહાર થયા પછી હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી છે. 18 નવેમ્બરથી વેલિંગન્ટનના સ્કાય સ્ટેડિયમમાં શરૂ થનારી સીરિઝમાં ભારતીય ટીમની સાથે નિયમિત કેપ્ટન રોહિત શર્મા, ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત કુલ 7 ખેલાડી નહીં હોય. ટી-20 વર્લ્ડ કપ રમનારામાંથી કુલ 9 પ્લેયર જ ન્યૂઝીલેન્ડ સામે ટી-20 અને વન-ડે સીરિઝ રમશે. બે ખેલાડી તો એવા છે, જેમના તરફથી ગમે ત્યારે નિવૃત્તિની જાહેરાત થઈ શકે છે.

કેપ્ટન હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર અને હર્ષલ પટેલ જ એવા ખેલાડી છે, જે વર્લ્ડ કપ પણ રમ્યા હતા અને હવે ન્યૂઝીલેન્ડની સામે ટી-20 અને વન-ડે ટીમમાં રમશે. તે ઉપરાંત ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ, મીડલ ઓર્ડરમાં રમતો શ્રેયસ અય્યર, ફાસ્ટ બોલર ઉમરાન મલિક, ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર, સ્પિનર કુલદીપ યાદવ, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને સંજૂ સેમસનને તક આપવામાં આવી છે. સિરાજ ટીમની સાથે ઓસ્ટ્રેલિયાથી જ છે, ત્યાં તે સ્ટેન્ડબાય હતો.

રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર વર્લ્ડ કપ પછી ભારત પાછા આવી ગયા છે. શાર્દુલ ઠાકુર નેટ બોલર તરીકે ટીમની સાથે હતો.

દિનેશ કાર્તિક અને અશ્વિન લઈ શકે છે નિવૃત્તિ
ટી-20 વર્લ્ડ કપ 2022માં દિનેશ કાર્તિક ભલે સેમિફાઈનલ સહિત છેલ્લી બે મેચ ન રમ્યો, પરંતુ રવિચંદ્રન અશ્વિન તો દરેક પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો, પરંતુ બંને પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા. કદાચ એ જ કારણ છે કે, ટૂર્નામેન્ટની વચ્ચે જ્યારે ન્યૂઝીલેન્ડ ટૂર માટે ટીમની જાહેરાત થઈ તો, તેમને કોઈ સ્થાન ન મળ્યું. દિનેશ કાર્તિકને 2019 વન-ડે વર્લ્ડ કપ પછીથી જ નજરઅંદાજ કરાઈ રહ્યો હતો, પરંતુ આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શનના કારણે તેને ટીમમાં પાછું સ્થાન મળ્યું હતું. અશ્વિનના પણ કંઈક એવા જ હાલ છે. 36 વર્ષના અશ્વિન અને 37 વર્ષના ડીકેની હવે ટી-20 ઈન્ટરનેશનલમાં પુનરાગમન મુશ્કેલ જણાઈ રહ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *