India and pakistan clash thrice in week, ભારત-પાકિસ્તાન વચ્ચે એક સપ્તાહમાં 3 મેચ રમાશે! વર્લ્ડ કપ પહેલા મેદાન એ જંગ જામશે - india vs pakistan asia cup match live updates 3 times clash in week possible

India and pakistan clash thrice in week, ભારત-પાકિસ્તાન વચ્ચે એક સપ્તાહમાં 3 મેચ રમાશે! વર્લ્ડ કપ પહેલા મેદાન એ જંગ જામશે – india vs pakistan asia cup match live updates 3 times clash in week possible


મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ ( ACC) દ્વારા જાહેર કરાયેલા એક કાર્યક્રમના આધારે એશિયા કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 2 સપ્ટેમ્બરથી કેન્ડીમાં પાકિસ્તાન સામે મેચથી કરશે. ત્યારપછી 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં સુપર-4 સ્ટેજમાં તેની મેચ ફરી એકવાર પાકિસ્તાન સામે થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં પાકિસ્તાન સામે ટક્કર બાદ એક દિવસના બ્રેક પછી ચાર સપ્ટેમ્બરે ભારતની મેચ કેન્ડીમાં નેપાળની ટીમ સામે થશે.

  • ગ્રુપની વાત કરીએ તો Aમાં – ભારત, પાકિસ્તાન અને નેપાળ છે જ્યારે ગ્રુપ Bમાં – શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે.

શ્રીલંકામાં 9 મેચ આયોજિત થશે
છ ટીમોની વન-ડે ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટે મુલતાનમાં શરૂ થશે જેમાં યજમાન પાકિસ્તાન નેપાળનો સામનો કરશે. એશિયા કપ ‘હાઈબ્રિડ મોડલ’ પર રમાઈ રહ્યો છે જેમાં ચાર મેચ પાકિસ્તાનમાં રમાઈ રહી છે જ્યારે ફાઈનલ સહિત અન્ય નવ મેચો શ્રીલંકાના કેન્ડી અને કોલંબોમાં યોજાશે. ફાઈનલ 17 સપ્ટેમ્બરે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત ઉપરાંત પાકિસ્તાન અને નેપાળ ગ્રૂપ-એમાં સામેલ છે જ્યારે અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ ગ્રૂપ-બીમાં છે.

એશિયા કપ હાઈબ્રિડ મોડલ પર રમાશે
ACC પ્રમુખ જય શાહે એક રિલીઝમાં જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડ પછી, પાકિસ્તાન A1 રહેશે અને ભારત A2 ટીમ રહેશે, તેમની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર જો આ બેમાંથી કોઈ ટીમ ક્વોલિફાય નહીં થાય તો નેપાળ તેનું સ્થાન લેશે. એ જ રીતે ગ્રુપ-બીમાં શ્રીલંકાની ટીમ B1 અને બાંગ્લાદેશ B2 ટીમ હશે. જો આમાંથી કોઈ પણ ટીમ સુપર ફોરમાં સ્થાન નહીં મેળવે તો અફઘાનિસ્તાન તેનું સ્થાન લઈ લેશે. પાકિસ્તાન અગાઉના સમયપત્રક મુજબ આ વર્ષે એશિયા કપનું આયોજન કરવાનું હતું પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે સરહદ પાર ટીમ મોકલવાનો ઇનકાર કર્યા બાદ તે ‘હાઈબ્રિડ મોડલ’ પર યોજાઈ રહ્યું છે.

સપ્તાહમાં ત્રણ વખત ટક્કર થશે
જો ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે તો બંને ટીમોની પ્રથમ ટક્કર ગ્રુપ સ્ટેજમાં જ થશે. આ પછી સુપર-4 રાઉન્ડમાં બંને ટીમો સામસામે આવી શકે છે. જો પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય થશે તો તેને A1 ગણવામાં આવશે અને ભારત A2 ગણાશે. ટીમોની વર્તમાન રેન્કિંગ અને લેવલને જોતા એવું માની શકાય છે કે માત્ર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જ સેમિફાઈનલમાં જશે, આ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી મેચ એશિયાની ફાઈનલ બની શકે છે. આ રીતે અનુમાન લગાવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સપ્તાહમાં 3 મેચ રમાઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *