Today News

IND vs SL Rohit Sharma, IND vs SL: Hitman is Back… પુલ, કટ અને સ્ટ્રેટ ડ્રાઇવ, રોહિત શર્માએ ફટકાર્યા 83 રન – ind vs sl 1st odi rohit sharma misses century made 83 runs in guwahati

IND vs SL Rohit Sharma, IND vs SL: Hitman is Back... પુલ, કટ અને સ્ટ્રેટ ડ્રાઇવ, રોહિત શર્માએ ફટકાર્યા 83 રન - ind vs sl 1st odi rohit sharma misses century made 83 runs in guwahati


ગુવાહાટીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી લીધી છે. શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં હિટમેને ધમાકેદાર 83 રન ફટકાર્યા હતા. તેણે 66 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતને જોઈને એવું લાગતું હતું કે આજે સદી આવવાની છે, પરંતુ બોલ બેટ બાદ સ્ટમ્પ સાથે અથડાઈ ગયો. હિટમેને મેદાનનો એક પણ ખૂણો છોડ્યો ન હતો જ્યાં ચોગ્ગા અને છગ્ગા ન માર્યા હોય. દરેક બોલરની જોરદાર ધોલાઈ કરી.

રોહિત શર્માની છેલ્લી 10 ODI ઇનિંગ્સ
78
4
54
124*
104
16
2
208*
7
103

ઉભા ઉભા પૂલ શોટ
ટોસ હાર્યા બાદ ભારત પ્રથમ બેટિંગ કરવા આવ્યું ત્યારે રોહિત શર્મા અને શુભમન ગીલે ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. 143 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. રોહિત અને શુભમન બંને વચ્ચે ચોગ્ગા અને છગ્ગા ફટકારવાની સ્પર્ધા ચાલી રહી હતી. પહેલા રોહિતે ફિફ્ટી ફટકારી હતી. બાદમાં શુભમને અડધી સદી ફટકારી હતી. એટેકની જવાબદારી ખુદ કેપ્ટન રોહિતે સંભાળી હતી. આ દરમિયાન 7મી ઓવરમાં ફાસ્ટ બોલર કસુન રાજિતાની ધોલાઈ થઈ હતી. તેણે બીજા અને ચોથા બોલ પર સિક્સર અને પછીના બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બાદમાં પોઝીશનમાં આવી ગયો અને ઉભા રહીને પોતાનો સિગ્નેચર પુલ શોટ માર્યો.

શુભમન ગીલે પણ આપ્યો સાથ
ઉલ્લેખનીય છે કે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત સામે ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી પ્રથમ વખત ઓપનિંગ કરવા ઉતરી હતી. બંનેએ શાનદાર શરૂઆત કરી અને 19.4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 143 રનની ભાગીદારી નોંધાવી. ગિલને કેપ્ટન દાસુન શનાકાએ LBW આઉટ કર્યો હતો. તે 60 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 70 રન બનાવીને આઉટ થયો હતો.

Exit mobile version