ind vs sa t20, IND Vs SA: તો સાઉથ આફ્રિકા સામેની મેચમાંથી KL Rahul બહાર થશે અને Rishabh Pantને મળશે ચાન્સ? - india vs south africa t20 world cup playing xi prediction on kl rahul and rishabh pant

ind vs sa t20, IND Vs SA: તો સાઉથ આફ્રિકા સામેની મેચમાંથી KL Rahul બહાર થશે અને Rishabh Pantને મળશે ચાન્સ? – india vs south africa t20 world cup playing xi prediction on kl rahul and rishabh pant


પર્થઃ ICC T20 વર્લ્ડકપ 2022માં ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ સાઉથ આફ્રિકા સામે રમવાની છે. બન્ને ટીમો વચ્ચે મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાવાની છે. એવામાં ટોસ જીતીને બન્ને ટીમો લક્ષ્યનો પીછો કરશે. ભારત અને સાઉથ આફ્રિકા બન્ને માટે આજે આ મેચ ઘણી જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ આ મેચમાં જીતી જાય તો સેમીફાઈનલમાં પહોંચવાનું નક્કી થઈ જશે, જ્યારે સાઉથ આફ્રિકા માટે આ કરો યા મરો મેચ છે. આજની મેચમાં કયા ખેલાડીઓ ભારતીય ટીમમાં હશે અને રિષભ પંતને જગ્યા મળશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

શું ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવામાં આવશે?
ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે જીત બાદ ભારતીય ટીમમાં નેધરલેન્ડ સામેની મેચમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નહોતા. સાઉથ આફ્રિકા સામેની પ્લેઈંગ ઈલેવનમાં કેએલ રાહુલની જગ્યાએ રિષભ પંત પર વિચા કરવામાં આવી શકે છે. જોકે, બેટિંગ કોચ વિક્રમ રાઠોડે આમ કરવાનો ઈનકાર કરી દીધો છે, તેમણે જણાવ્યું કે રાહુલના સ્થાનને લઈને કોઈ ખતરો નથી.

પંતે પર્થમાં બેટિંગ માટે ઘણી પ્રક્ટિસ કરી છે. આવામાં જો કોઈ ફેરફાર થશે તો પંત ટોપ ઓર્ડરમાં બેટિંગ માટે ઉતરી શકે છે. આ સિવાય પંતને એક વધારાના બેટ્સમેન તરીકે પણ અંતિમ 11માં સામેલ કરવામાં આવી શકે છે.

તેનું કારણ પર્થની ઝડપી અને બાઉન્સિ પીચ છે, જેના પર સાઉથ આફ્રિકાની પેસ બેટરીને મદદ મળી શકે છે. આવામાં નીચલા ક્રમમાં રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલમાંથી કોઈ એકે બહાર થવું પડી શકે છે. આવામાં હાર્દિક પંડ્યાની જવાબદારી પાંચમા બોલર તરીકે થઈ જશે.

સાઉથ આફ્રિકામાં માર્કો જેનસનને મળી શકે છે તક
ભારત સામેની મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ પોતાની ઝડપી બોલિંગ સાથે સારો ઉપયોગ કરવા માગશે. એનરિક નોર્ખિયા અને કગિસો રબાડા સાથે સારી ઊંચાઈ ધરાવતા માર્કો જેનસનને પણ પ્લેઈંગ 11માં સમાવવામાં આવી શકે છે. જ્યારે ટીમમાં વેન પર્નેલ જેવા બોલર પણ છે જે કટસ સાથે બેટ્સમેનોને આશ્ચર્યમાં મૂકવાનું કામ કરે છે.

સાઉથ આફ્રિકા સામે ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ/રિષભ પંત, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *