Today News

Ind vs SA T20: ધોની અને કોહલી નથી કરી શક્યા તે કારનામું આજે રોહિત શર્મા કરશે – ind vs sa t20: rohit sharma has chance to make record against south africa

Ind vs SA T20: ધોની અને કોહલી નથી કરી શક્યા તે કારનામું આજે રોહિત શર્મા કરશે - ind vs sa t20: rohit sharma has chance to make record against south africa


ગુવાહાટી: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 મેચની સીરિઝ (Ind vs SA T-20 series)ની બીજી મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. સીરિઝની પહેલી મેચ ટીમ ઈન્ડિયા (Team India)એ 8 વિકેટે જીતી લઈ 1-0થી લીડ મેળવી લીધી છે. એવામાં યજમાન ટીમનો પ્રયાસ હશે કે, તે પોતાના વિજય અભિયાને આગળ ધપાવી સીરિઝમાં અજેય લીડ મેળવે. સાઉથ આફ્રિકા (South Africa)ની ટીમમાં બીજી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે. તો ટીમ ઈન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાગ્રસ્ત હોવાથી સીરિઝની બહાર થઈ ગયો છે. બુમરાહની ઓસ્ટ્રેલિયમાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા હોઈ શકત, પરંતુ તેમાં પણ તેનું રમવાનું શંકાસ્પદ છે. એવામાં બુમરાહને સ્થાને મોહમ્મદ સિરાજ (Mohmmed Siraj)ને ટીમમાં સામેલ કરાયો છે. આ મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) પાસે એક એવું કારનામું કરવાની તક છે, જેવું મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhohi) કે વિરાટ કોહલી (Virat Kohli) પણ નથી કરી શક્યા.

ભૂતપૂર્વ ભારતીય અંડર-19 સુકાની ઉન્મુક્ત ચંદે શેર કર્યો આઘાજનક ફોટો, કહ્યું ‘દુર્ઘટનામાં બચી ગયો’
ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. આઈસીસી ટી-20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા પહેલા સ્થાને છે. તો, સાઉથ આફ્રિકાની ટીમ પણ કંઈ નબળી નથી. તે રેન્કિંગમાં ત્રીજા નંબરે છે. જોકે, ભારતીય ટીમ હજુ સુધી સાઉથ આફ્રિકા સામે કોઈ દ્વિપક્ષીય સીરિઝ જીતી શકી નથી. એવામાં આજે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા પહેલી વખત સાઉથ આફ્રિકા સામે સીરિઝ જીતવાનું કારનામું કરી શકે છે.

ટી-20માં ભારત-સાઉથ આફ્રિકાની ટક્કર
ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ ટી-20 ઈન્ટરનેશનલમાં કુલ 21 મેચોમાં એકબીજા સામે ટકરાઈ છે. આ દરમિયાન ભારતીય ટીમનું પલડું ભારે રહ્યું છે. ભારતીય ટીમે ટી-20 ઈન્ટરનેશનલમાં સાઉથ આફ્રિકા સામે કુલ 12 મેચોમાં જીત મેળવી છે. તો, સાઉથ આફ્રિકા માત્ર 8 મેચ જીતી શકી છે, જ્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

હાર્દિક કેમ નથી વિશ્વનો શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડર, આ દિગ્ગજે જણાવી ભારતીય સ્ટારની સૌથી મોટી નબળાઈ
શમીની દાવેદારી છે મજબૂત
ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. જોકે, કોરોના સંક્રમિત હોવાના કારણે તે ઓસ્ટ્રેલિય સામે રમાયેલી ત્રણ ટી-20 મેચોની સીરિઝમાં રમી શક્યો ન હતો. હવે, તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં સામેલ કરાયો છે. એવામાં તેને ઓસ્ટ્રેલિયા જનારી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, કેમકે ત્યાંની પરિસ્થિતિઓમાં રમવાનો તેને અનુભવ છે. જો, એવું થાય છે તો તેને 16 ઓક્ટોબરથી શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા મેચ પ્રેક્ટિસની પૂરતી તક નહીં મળે.

Read Latest Sports News And Gujarati News

Exit mobile version