ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 સીરિઝ (Ind vs SA T20 Series)ની બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. ભારતે પહેલી મેચ 8 વિકેટે જીતી હતી. બીજી મેચમાં પહેલા બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવના 61, કેએલ રાહુલના 57 અને વિરાટ કોહલીના 49 રનની મદદથી ભારતે 3 વિકેટે 20 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 37 દડામાં 43 અને દિનેશ કાર્તિકે 7 દડામાં 17 રન બનાવ્યા હતા. જોકે, કોહલી પણ પોતાની ફિફ્ટી પૂરી કરી શક્યો હોત, જો તેણે 14મી ઓવરમાં એક ભૂલ ન કરી હોત તો. આ ફિફ્ટી કોહલીની આંતરાષ્ટ્રીય ટી-20માં 34મી ફિફ્ટી હોત.
શોર્ટ રન પર દોડ્યો
દક્ષિણ આફ્રિકાનો વેન પાર્નેલ 14મી ઓવરમાં સારી બોલિંગ કરી રહ્યો હતો. પહેલા ચાર દડામાં તેણે માત્ર 3 રન જ આપ્યા. વિરાટ કોહલીએ તેના 5 દડાને સ્ક્વેર લેગ તરફ ફટકાર્યો. દડો ફિલ્ડરથી વધુ દૂર ન હતો. તેમ છતાં કોહલી બે રન લેવા ભાગ્યો, પરંતુ ત્યાં સુધીમાં ખેલ થઈ ગયો. એમ્પાયરે શોર્ટ રનનો ઈશારો કરી દીધો. એટલે વિરાટ કોહલી ક્રીઝની અંદર બેટ રાખ્યા વિના જ પાછો આવી ગયો હતો. એ કારણે બે રન દોડવા છતાં પણ ભારતને એક જ રન મળ્યો.

ફિફ્ટી ચૂકી ગયો વિરાટ
વિરાટ કોહલી અંતે 50 રન બનાવવાથી ચૂકી ગયો. તેણે જો શોર્ટ રન ન લીધો હોત તો તેની અડધી સદી પૂરી થઈ ગઈ હોય. 20મી ઓવરમાં દિનેશ કાર્તિક સ્ટ્રાઈક પર હતો. તેણે રબાડાની બોલિંગમાં બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો અને કોહલીને સ્ટ્રાઈક જ ન મળી.
સૌથી ફિટ ખેલાડીઓમાં સામેલ છે વિરાટ
વિરાટ કોહલી દુનિયાના સૌથી ફિટ ખેલાડીઓમાં સામેલ છે. તેની ઉંમર 34 વર્ષ છે, પરંતુ મેદાન પર હજુ તેને કોઈ ટક્કર આપી શકતું નથી. ક્રીઝ પર રન લેવાના મામલે યુવાન ખેલાડીઓ પણ તેની સામે પાણી ભરતા જોવા મળે છે. 2014ના અંતમાં તેણે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ મળી હતી. તે પછીથી કોહલીએ અન્ય ખેલાડીઓને પણ પ્રેરિત કરવાનું શરૂ કર્યું અને યો-યો ટેસ્ટ પણ ફરિજિયાત થઈ ગઈ હતી.
Read Latest Sports News And Gujarati News