આ પહેલા જાન્યુઆરી 2020માં બારસાપારા સ્ટેડિયમમાં આંતરાષ્ટ્રીય મેચ રમાઈ હતી, જે સતત વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે સ્ટેડિયમમાં દર્શકોને ફરી જોવા શાનદાર છે. તેમણે કહ્યું, જૂન મહિલાની તમામ પ્રતિબંધો હટાવી દેવાયા છે, જ્યારે પણ અમે ભારતમાં રમીએ છીએ તો તમામ સ્ટેડિયમ ખચાખચ ભરેલા હોય છે.
સ્થાનિક હવામાન વિભાગ શું કહે છે?
ગુવાહાટીના સ્થાનિક હવામાન વિભાગે અહીં રવિવારે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં ગાજવીજ સાથે એકથી બે વખત વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આયોજકોએ વરસાદના કારણે સમય ના બગડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા અગાઉથી જ કરી રાખી છે. આસામ ક્રિકેટ એસોસિએશને અમેરિકાથી બે બહુ જ હલકા પીચ કવર મંગાવ્યા છે. એસોસિએશનના દેવાજીત સાઈકિયા કહ્યું હતું, આ બન્ને કવર સુનિશ્ચિત કરશે કે પાણી કે ભેજ પીચમાં ના આવે.
જો ભારત આજની મેચ પર કબજો કરી લે તો દક્ષિણ આફ્રિકા સામે પહેલીવાર T20 સિરીઝ જીતશે. આ મેચમાં વરસાદ થશે તો તે રદ્દ થઈ જાય તો ભારતનું સપનું તૂટી શકે છે. ભારતે વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને પછાડ્યું હવે જો સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી જાય તો ટીમના ફોર્મમાં વધારો થઈ શકે છે.