ગૂગલ વેધરે પણ કરી મોટી ભવિષ્યવાણી
નોંધનીય છે કે અત્યારે ગૂગલ વેધરે પણ મોટી ભવિષ્યવાણી કરી છે. જેમાં જણાવ્યા પ્રમાણે કેન્ડીમાં 90 ટકા સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આની સાથે જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી જાય એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. મેચના દિવસે 28 ડિગ્રી સુધી તાપમાન રહેશે એવું પણ અણસાર લગાવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જો આ બંને ટીમ વચ્ચેની મેચ ધોવાઈ ગઈ તો પોઈ્ટ શેર થઈ જશે પરંતુ ફેન્સ માટે ઘણા ખરાબ સમાચાર સામે આવી શકે છે.
વર્લ્ડ કપને જોતા મહત્ત્વપૂર્ણ મેચ
નોંધનીય છે કે ભારતમાં આગામી વનડે વર્લ્ડ કપ રમાવવા જઈ રહ્યો છે. ત્યારે એશિયા કપની મેચ વોર્મ અપ રહેશે અને અહીંથી સ્ટ્રેટેજી બનાવી ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપમાં પોતાનું બેસ્ટ આપવા મેદાનમાં ઉતરશે. આથી કરીને નોકઆઉટ મેચનું પ્રેશર એશિયા કપમાં જ ફેસ કરીને ટીમ ઈન્ડિયા મોટી ઉપલબ્ધી પ્રાપ્ત કરવા પર નજર રાખી શકે છે.
પાકિસ્તાનની વિજયી શરૂઆત
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ટીમે પોતાની પહેલી મેચ નેપાળ સામે જીતી લીધી છે. આ દરમિયાન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ઈફ્તિકાર અહેમદે શાનદાર બેટિંગ કરી ફોર્મ જાળવી રાખ્યું છે. જ્યારે બોલિંગમાં શાહિન આફ્રિકી, હારિક રઉફે પણ સારુ પ્રદર્શન કર્યું હતું. શાદાબ ખાને પણ સ્પિન ફ્રેન્ડલી પિચ પર 4 વિકેટ ઝડપી લીધી હતી. તેવામાં ભારતે પણ પાકિસ્તાનની રણનીતિ સમજીને આગળ વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. જોકે હવે મેચ રમાશે કે નહીં એ અંગે સસ્પેન્સ યથાવત છે પરંતુ વરસાદે બાજી બગાડી તો ફેન્સની આશાઓ પર પણ પાણી ફરી વળે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.