PICS: વિરાટ માટે ‘હનુમાન’ બન્યા રોહિત શર્મા, આ રીતે ‘કિંગ કોહલી’ને ખભે ઉંચકી લીધો
રોહિત શર્માને નહોતી જીતની આશા
રોહિત શર્માએ કહ્યું હતું કે ‘અંતિમ ઓવરો સુધી હું ડ્રેસિંગ રૂમમાં હતો. મારી પાસે કહેવા માટે શબ્દો નથી. આવી મેચોમાં આ જ પ્રકારના પર્ફોર્મન્સની સૌ આશા રાખે છે. અમે મેચને ખેંચવા માગતા હતા. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની વચ્ચેની પાર્ટનરશિપે વાતાવરણ જ બદલી નાખ્યું’. તેણે વધુમાં ઉમેર્યું હતું કે ‘ઈફ્તિખાર અહમદ અને શાન મસૂદ વચ્ચે શાનદાર ભાગીદારી થઈ હતી. બંને મેચને આગળ લઈ ગયા. અમે જાણતા હતા કે આ લક્ષ્યાંકની પીછો કરવો અમારા માટે સરળ નહીં હોય. આ જીત આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે. અમે મેચ જીતવાની સ્થિતિમાં નહોતા, પરંતુ જે રીતે જીત મળી તે અવિશ્વસનીય છે’. આ સાથે તેણ કોહલીના વખાણ કરતાં કહ્યું હતું ‘તે અત્યારસુધીમાં ઘણી શાનદાર ઈનિંગ રમી ચૂક્યો છે, પરંતુ આ શ્રેષ્ઠ હતી’. તેણે હંમેશા સપોર્ટ કરનારા ભારતીય ફેન્સનો પણ આભાર માન્યો હતો.
IND vs PAK: કોહલી અને હાર્દિકે મોહમ્મદ નવાઝનું ભૂત ઉતાર્યું, અક્ષર પટેલનો બદલો લીધો
વિરાટ કોહલી થયો ઈમોશનલ
મેચ ખતમ થયા બાદ ટીમના તમામ ખેલાડીઓ વિરાટ કોહલીને ભેટવા માટે દોડ્યા હતા તો કેપ્ટન રોહિત શર્માએ તો નાના બાળકની જેમ તેને ઉંચકી લીધો હતો. થોડીવાર બાદ તે બધાથી થોડો દૂર ચાલ્યો ગયો હતો અને આકાશ તરફ જોઈને વાતચીત કરી રહ્યો હોય તેમ જણાતું હતું. આ દરમિયાન તે ઈમોશનલ પણ થયો હતો. ભારતને જીત અપાવવામાં હાર્દિક પંડ્યાનો પણ મહત્વનો ફાળો હતો, તેણે આ જીતને દિવંગત પિતાને સમર્પિત કરી હતી અને તેમણે તેના કરિયર માટે કેટલું વેઠ્યું હતું તેનો ઉલ્લેખ કરતાં આંખમાં આંસુ આવી ગયા હતા.