પ્રથમ વન-ડેઃ કુલદીપ, જાડેજા અને ઈશાન ઝળક્યા, વિન્ડિઝ સામે ભારતનો આસાન વિજય
મેચની તારીખ અંગે BCCIએ બોલાવી બેઠક
પહેલા તેવી ખબર હતી કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે, કારણ કે 15 ઓક્ટોબરે શહેરમાં નવરાત્રિનો પહેલો દિવસ છે અને આ દરમિયાન સુરક્ષાકર્મીઓ પર પહેલાથી જ બંદોબસ્તનું ઘણું દબાણ હોય છે. એક મેચના કાર્યક્રમમાં ફેરફારની પૂરા કાર્યક્રમ પર અસર પડવાની આશા છે. આ મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે થાય તેવી વાત ચાલી રહી છે. કારણ કે, આ દિવસે પહેલાથી જ બે મેચનો કાર્યક્રમ છે અને એક જ દિવસે ત્રણ મેચનું આયોજન શક્ય નથી.
BCCIના સભ્યોએ ICCને લખ્યો પત્ર
ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચના કાર્યક્રમમાં ફેરફાર થવા વિશે પૂછતાં જય શાહે કહ્યું હતું કે ‘મેં પહેલા કહ્યું તેમ, બોર્ડના કેટલાક સભ્યોએ આઈસીસીને પત્ર લખ્યો છે અને આ વિશે જલ્દી જ નિર્ણય લેવામાં આવશે’. આ હાઈપ્રોફાઈલ મેચને લઈને શું સુરક્ષાની કોઈ ચિંતા છે? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘સુરક્ષાનો મુદ્દો તો છે જ નહીં’. આ સાથે તેમણે કાર્યક્રમમાં ફેરફાર કરવાનો આગ્રહ કરનારા બોર્ડના સભ્યોના નામનો ખુલાસો કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો. બીસીસીઆઈ અને આઈસીસીએ વર્લ્ડ કપના શિડ્યૂલની જાહેરાત ગત મહિને જ કરી દીધી હતી, તેવામાં જેમણે અગાઉથી ફ્લાઈટ અને હોટેલ બૂક કરાવી દીધી છે તેમને તકલીફ પડી શકે છે.
IND vs WI: વિરાટ કોહલીએ કાઢી હાર્દિક પંડ્યાની ‘હિરોગિરી’, તેને ચીડાવવા કરી વિચિત્ર હરકત
મૂળભૂત સુવિધાનું રખાશે ધ્યાન
ભારત વર્લ્ડ કપ માટે પોતાની મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાનારા ટૂર્નામેન્ટ દરમિયાન 10 સ્થળ પર કુલ 48 મેચ થશે. મેચ જોવા જતાં દર્શકો ઘણીવાર સ્ટેડિયમમાં પાયાની સુવિધાની અછત હોવાની ફરિયાદ કરતાં હોય છે, ત્યારે જ્યાં મેચ થવાની છે ત્યાં આ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. જય શાહે કહ્યું હતું કે ‘અમે હાઉસકીપિંગ, સ્વચ્છ શૌચાલય અને સ્વચ્છતા પર ધ્યાન આપી રહ્યા છીએ. કેટલાક સ્ટેડિયમ મેટ્રો સાથે જોડાયેલા છે. અમે દર્શકોને આયોજિત સ્થળ પર પહોંચવા માટે તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીશું’. શાહે તેમ પણ કહ્યું હતું કે, બીસીસીઆઈ તમામ આયોજન સ્થળ પર દર્શકોને ફ્રીમાં પાણી ઉપલબ્ધ કરાવવા માટે આઈસીસી સાથે મળીને કામ કરશે.
‘દર્શકોને ફ્રીમાં પાણી અપાશે’
શાહે કહ્યું હતું કે ‘અમે દર્શકોને ફ્રીમાં પાણી ઉપલબ્ધ કરાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. અમે અમારા આઈસીસીના ભાગીદારો સાથે આ વિશે વાત કરીશું. ફ્રીમાં પાણીની બોટલ અથવા ગ્લાસ અપાશે’. ટૂર્નામેન્ટની ટિકિટના વેચાણ અંગેની જાહેરાત બીસીસીઆઈ અને આઈસીસી આવતા અઠવાડિયે કરશે.
Read Latest Cricket News and Gujarati News