Today News

ind vs pak at narendra modi stadium, પાકિસ્તાની ટીમ ભારત આવતા ભયથી ફફડી રહી છે, વર્લ્ડ કપ પહેલાં સિક્યોરિટી ચેકના નામે આ શું કરી દીધું? – pakistan security team visit india before world cup news

ind vs pak at narendra modi stadium, પાકિસ્તાની ટીમ ભારત આવતા ભયથી ફફડી રહી છે, વર્લ્ડ કપ પહેલાં સિક્યોરિટી ચેકના નામે આ શું કરી દીધું? - pakistan security team visit india before world cup news


કરાચીઃ આ વર્ષે ભારતમાં આયોજિત વર્લ્ડ કપ પહેલા હવે પાકિસ્તાનની સરકારને પોતાની ટીમની સુરક્ષાની ચિંતા થઈ રહી છે. પાકિસ્તાન ભારતમાં પોતાની સુરક્ષા પ્રતિનિધિમંડળ મોકલવાની તૈયારીમાં છે, ત્યારપછીથી જ નક્કી થશે કે પાકિસ્તાની ટીમ અહીં ભારતમાં આવશે કે નહીં. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે એક સત્તાવાર સૂત્રએ કહ્યું છે કે ઈદની રજાઓ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવો અધ્યક્ષ મળી ગયો છે. વિદેશ અને આંતરિક મંત્રાલયની સાથે મળી ફરી સરકાર નક્કી કરશે કે સુરક્ષા પ્રતિનિધિમંડળને ભારત ક્યારે મોકલવામાં આવશે.

વિવિધ સ્ટેડિયમની મુલાકાત લેશે આ ટીમ
તેમણે કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓ સાથે સુરક્ષા પ્રતિનિધિમંડળ તે સ્થળોની મુલાકાત લેશે જ્યાં પાકિસ્તાનની મેચો યોજાઈ રહી છે. વર્લ્ડ કપમાં તેમના માટે કરવામાં આવેલી સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કરાશે. પ્રતિનિધિમંડળ 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચના સ્થળ અમદાવાદની સાથે ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતાની મુલાકાત લેશે.

પીસીબીના એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે ગત વખતે જ્યારે પાકિસ્તાન T20 વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસે ગયું હતું, ત્યારે સરકારે સ્થળોનું નિરીક્ષણ કરવા માટે એક સંયુક્ત પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. પ્રતિનિધિમંડળની ભલામણ પર જ ધર્મશાલામાં ભારત સામેની પાકિસ્તાનની મેચ કોલકાતામાં શિફ્ટ કરવામાં આવી હતી. જો પ્રતિનિધિમંડળને સુરક્ષામાં ચૂક લાગશે તો પીસીબી આઈસીસી અને બીસીસીઆઈ સાથે રિપોર્ટ શેર કરશે.

પાકિસ્તાન આવશે કે નહીં!
જો પાકિસ્તાની પ્રતિનિધિમંડળને લાગે છે કે પાકિસ્તાન માટે નિર્ધારિત સ્થળને બદલે કોઈ અન્ય સ્થળે રમવું વધુ સારું રહેશે, તો તે તેના અહેવાલમાં તેનો ઉલ્લેખ કરશે. સૂત્રએ જણાવ્યું હતું કે સરકાર PCBને મંજૂરી આપે તે પછી જ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારીની અંતિમ પુષ્ટિ કરવામાં આવશે. પાકિસ્તાન હોકી ફેડરેશન ઓગસ્ટમાં ચેન્નાઈમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ટીમ મોકલવાની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે, જ્યારે રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ તાજેતરમાં જ સરકારી સંસ્થાઓ પાસેથી છેલ્લી ઘડીની એનઓસી મેળવ્યા બાદ જ બેંગલુરુમાં SAFF ચેમ્પિયનશિપમાં રમી હતી.

Exit mobile version