વિવિધ સ્ટેડિયમની મુલાકાત લેશે આ ટીમ
તેમણે કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓ સાથે સુરક્ષા પ્રતિનિધિમંડળ તે સ્થળોની મુલાકાત લેશે જ્યાં પાકિસ્તાનની મેચો યોજાઈ રહી છે. વર્લ્ડ કપમાં તેમના માટે કરવામાં આવેલી સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કરાશે. પ્રતિનિધિમંડળ 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચના સ્થળ અમદાવાદની સાથે ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતાની મુલાકાત લેશે.
પીસીબીના એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે ગત વખતે જ્યારે પાકિસ્તાન T20 વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસે ગયું હતું, ત્યારે સરકારે સ્થળોનું નિરીક્ષણ કરવા માટે એક સંયુક્ત પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. પ્રતિનિધિમંડળની ભલામણ પર જ ધર્મશાલામાં ભારત સામેની પાકિસ્તાનની મેચ કોલકાતામાં શિફ્ટ કરવામાં આવી હતી. જો પ્રતિનિધિમંડળને સુરક્ષામાં ચૂક લાગશે તો પીસીબી આઈસીસી અને બીસીસીઆઈ સાથે રિપોર્ટ શેર કરશે.
પાકિસ્તાન આવશે કે નહીં!
જો પાકિસ્તાની પ્રતિનિધિમંડળને લાગે છે કે પાકિસ્તાન માટે નિર્ધારિત સ્થળને બદલે કોઈ અન્ય સ્થળે રમવું વધુ સારું રહેશે, તો તે તેના અહેવાલમાં તેનો ઉલ્લેખ કરશે. સૂત્રએ જણાવ્યું હતું કે સરકાર PCBને મંજૂરી આપે તે પછી જ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારીની અંતિમ પુષ્ટિ કરવામાં આવશે. પાકિસ્તાન હોકી ફેડરેશન ઓગસ્ટમાં ચેન્નાઈમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ટીમ મોકલવાની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે, જ્યારે રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ તાજેતરમાં જ સરકારી સંસ્થાઓ પાસેથી છેલ્લી ઘડીની એનઓસી મેળવ્યા બાદ જ બેંગલુરુમાં SAFF ચેમ્પિયનશિપમાં રમી હતી.