ભારતની ઈનિંગ્સઃ 148 રનોનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પહેલી જ ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતરેલો કેએલ રાહુલ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો અને બીજા જ બોલે 0 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. પાકિસ્તાન તરફથી ડેબ્યૂ કરી રહેલાં નસીમ શાહે પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. કેએલ રાહુલ આઉટ થયા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી સારી પાર્ટનરશિપ કરી રહ્યા હતા. પણ મોહમ્મદ નવાઝે રોહિત શર્માને 8મી ઓવરના અંતિમ બોલમાં 12 રનો પર આઉટ કરી પેવેલિયન પરત મોકલ્યો હતો. જે બાદ રવીન્દ્ર જાડેજાને ચોથા ક્રમે બેટિંગ માટે ઉતારવામાં હતો. જો કે મોહમ્મદ નવાઝે રોહિત શર્મા બાદ વિરાટ કોહલીને 35 રનો પર આઉટ કરતાં ભારત સંકટની સ્થિતિમાં મુકાઈ ગયું હતું. કેએલ રાહુલ બાદ ડેબ્યૂ કરનાર બોલર નસીમ શાહે સૂર્યકુમાર યાદવને પણ ક્લિન બોલ્ડ કર્યો હતો. યાદવ 18 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ભારતને સંકટની સ્થિતિમાંથી હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા બહાર લાવ્યા હતા. 19મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ચાર ચોગ્ગા ફટકારી ભારતને જીતની નજીક લાવી દીધું હતું. છેલ્લી ઓવરના પહેલા બોલ પર જાડેજા 35 રન બનાવીને આઉટ થયો હતો. જો કે હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી. 19.4 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 148 રન બનાવી ભારતનો પાકિસ્તાન સામે 5 વિકેટથી શાનદાર વિજય થયો હતો.
પાકિસ્તાનની ઈનિંગ્સઃ ટોસ હાર્યા બાદ બેટિંગ માટે ઉતરેલી પાકિસ્તાન ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. કેપ્ટન અને ઓપનર બાબર આઝમ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભુવનેશ્વર કુમારે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. બાબર આઝમ બાદ ત્રીજા ક્રમે આવેલો ફખર ઝમાન પણ 10 રન બનાવી આઉટ થઈ ગયો હતો. આવેશ ખાનની છઠ્ઠી ઓવરમાં દિનેશ કાર્તિકના હાથે ફખર કેચ આઉટ થયો હતો. આજની મેચમાં હાર્દિક પંડ્યાનો જોરદાર જાદૂ ચાલ્યો હતો. હાર્દિક પંડ્યાએ ક્રિઝ પર ટકી રહેલાં મોહમ્મદ રિઝવાનને 43 રન બનાવી પેવેલિયન મોકલી ભારતને રાહત આપી હતી. જ્યારે ઈફ્તિખાર અહેમદને 28 રને આઉટ કરી પાકિસ્તાનની પાર્ટનરશિપ તોડી હતી. આ ઉપરાંત હાર્દિકે ખુશદિલ શાહને પણ 2 રનો પર પેવેલિયન પરત મોકલ્યો હતો. 14.4 ઓવરે પાકિસ્તાનનો સ્કોર 5 વિકેટ 100 રન હતો. જે બાદ આસિફ અલી 9 રન પર તો મોહમ્મદ નવાઝ 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ આસિફ અલી 9 રન પર તો મોહમ્મદ નવાઝ 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. અંતિમ ઓવર્સમાં ભુવનેશ્વરે તરખાટ મચાવતાં શાબાદ ખાનને 10 રન પર તો નસીમ શાહને 0 રન પર પેવેલિયન પરત મોકલ્યા હતા. અંતિમ ઓવરમાં અર્શદીપ સિંહે દહાનીને 16 રન બનાવી આઉટ કરતાં પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરના અંતે 147 રનો પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ
પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાન, ઈફ્તિહાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, શબાદ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રૌફ, શાહનવાઝ દહાની
પિચ અને હવામાન
દુબઈનું મેદાન મોટું છે અને પિચ પર બેટિંગ માટે સરળ નથી. શરૂઆતમાં પેસર્સને અહીં મદદ મળશે. સાથે જ વચ્ચેની ઓવર્સમાં સ્પિનર્સ પણ પ્રભાવ પાડી શકે છે. આ દબાણમાં મેચમાં 150થી ઉપરનો કોઈપણ સ્કોર પડકારજનક હશે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ આશંકા નથી. જો કે, બીજી ઈનિંગ્સમાં ઝાકળનો પ્રભાવ જોવા મળી શકે છે.