IND Vs PAK, Asia Cup: ભારત સામે નથી ટકી શકતું પાકિસ્તાન, આંકડામાં આપણે આગળ - asia cup india vs pakistan match today know the numbers

IND Vs PAK, Asia Cup: ભારત સામે નથી ટકી શકતું પાકિસ્તાન, આંકડામાં આપણે આગળ – asia cup india vs pakistan match today know the numbers


એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર ટક્કર થવાની છે. ગ્રુપ રાઉન્ડમાં બન્ને ટીમો વચ્ચે થયેલી મેચમાં ભારતે 5 વિકેટથી જીત મેળવી હતી. હવે આ બન્ને ટીમ સુપર-4માં આ બન્ને ટીમો આમને સામને આવી છે. આ બન્ને ટીમ વચ્ચે આજે સુપર-4 માટે સ્પર્ધા થવાની છે. આ બન્ને ટીમો વચ્ચેના આંકડા ભારતના પક્ષમાં છે. એટલે પાકિસ્તાન પર ભારતનું પલડું ભારે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં સુપર-4ની મેચ રવિવારે રમાવાની છે. ગ્રુપ રાઉન્ડમાં બન્ને ટીમમો વચ્ચે થનારી મેચમાં ભારતનું પલડું ભારે હતું. ટીમને 5 વિકેટથી જીત મળી હતી. હવે પાકિસ્તાન તેનો બદલો લેવા માટે તત્પર હશે જ્યારે ભારત પર પોતાની જીત યથાવત રાખવાના પ્રયાસ કરશે. ભારતની ટીમ T20માં હંમેશા પાકિસ્તાન પર ભારે રહી છે. આ સિવાય રેકોર્ડ અને ફોર્મ પર રોહિત શર્માની ટીમ પાસે છે. આવો સમજીએ કઈ રીતે ભારતીય ટીમ જીત માટે કેવ વધુ દાવેદાર છે.

ભારતICC રેંકિંગમાં ટોચ પર
ICC T20 રેંકિંગમાં ભારત હાલ દુનિયાની નંબર વન ટીમ છે. જ્યારે પાકિસ્તાન ત્રીજા નંબર પર આવે છે. ભારતના 271 જ્યારે પાકિસ્તાનના રેટિંગ પોઈન્ટ 260 પોઈન્ટ છે. જ્યારે ઈંગ્લેન્ડ અહીં બીજા નંબર પર આવે છે.

ભારત સામે હજુ પાકિસ્તાન માત્ર બે જ T20 મેચ જીત્યું છે. જેમાંથી એક T20 વર્લ્ડકપની મેચનો સમાવેશ થાય છે. જ્યારે ભારતીય ટીમને 8 મેચોમાં જીત મેળવી છે, જેમાંથી એક બોલ આઉટ મેચનો પણ સમાવેશ થાય છે.

ભારત 14 મેચથી અજય
ભારતીય ટીમને એશિયા કપમાં સતત 14 મેચમાં જીત મળી છે. 2016 અને 2018માં થયેલી ટુર્નામેન્ટમાં ભારત કોઈ મેચ હાર્યા વગર ચેમ્પિયન બન્યું હતું.

એશિયા કપમાં ભારતનું પલડું ભારે
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં15 મેચ રમાઈ છે. ભારતે તેમાંથી 9 અને પાકિસ્તાનને 5 મેચમાં જીત મળી છે. એક મેચનું પરિણામ નહોતું આવ્યું. પાછલી 4 મેચમાં ભારતની જીત થઈ છે.

પાકિસ્તાને આ વર્ષે માત્ર 3 T20 મેચ રમી છે. જેમાંથી બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ભારતે 23 મેચ રમી છે અને 18માં જીત મેળવી છે અને 4માં હાર થઈ છે. એક મેચનું પરિણામ નહોતું આવ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *