IND vs PAK Asia Cup 2022: હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડ્યો, 5 વિકેટથી ભારતની શાનદાર જીત
પીએમ મોદીએ ટીમ ઈન્ડિયા માટે શું કહ્યું?
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતાં લખ્યું હતું કે, ‘ટીમ ઈન્ડિયાએ આજે એશિયા કપ 2022ની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે જબરદસ્ત કૌશલ્ય અને ધીરજનું પ્રદર્શન કર્યું. તેમને જીત પર વધામણા’.
અમિત શાહે પાઠવ્યા અભિનંદન
ગૃહમંત્રી અમિત શાહે પણ ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું ‘એશિયા કપમાં ભારતીય ટીમની શાનદાર શરૂઆત. ખૂબ જ રોમાંચક મેચ. આ શાનદાર જીત પર ટીમને શુભેચ્છા’.
Ind vs Pak: પાકિસ્તાન સામેની મેચમાં રિષભ પંતને ટીમની બહાર કરાયો, સોશિયલ મીડિયામાં મચ્યો હડકંપ
રાહુલ ગાંધીએ ભારતની જીત પર કર્યું ટ્વિટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતની જીત પર ટ્વીટ કરીને લખ્યું હતું ‘શું રોમાંચક મેચ હતી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. સ્પોર્ટ્સની સુંદરતા એ જ છે કે, આ કેવી રીતે દેશને પ્રેરિત અને એકજુથ કરે છે. જબરદસ્ત હર્ષ અને ગર્વની અનુભૂતિ’.
હાર્દિક પંડ્યાએ ઝડપી ચાર વિકેટ
પાકિસ્તાન તરફથી સૌથી વધારે રન મહોમ્મદ રિઝવાને બનાવ્યા હતા. તેણે 42 રન કર્યા હતા. ત્યારબાદ ઈફ્તખાર અહમદે 28 રન બનાવ્યા હતા. તો બોલિંગમાં ભારતીય ટીમ માટે સૌથી વધારે ભુવનેશ્વરે ચાર વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપે બે અને આવેશે એક વિકેટ હડપી હતી.
છેલ્લી બે ઓવર રહી રોમાંચક
ભારતને બે ઓવરમાં જીત માટે 21 રનની જરૂર હતી. T-20માં તો અંતિમ ઓવરમાં એટલા રન બને છે પરંતુ ત્યાંની પિચ અલગ જ હતી. તેવામાં ભારતને ડર સતાવવા લાગ્યો હતો. 19મી ઓવરમાં હારિસ રાઉફ લઈને આવ્યો. તેણે પહેલા બે બોલમાં બે રન બનાવ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાએ મિડ ઓફની ઉપર ચોગ્ગો માર્યો હતો. જ્યાં બાબરની ખરાબ ફીલ્ડિંગે પણ સાથ આપ્યો હતો. છેલ્લા બોલ પર હાર્દિકે લોન્ગ ઓન અને ડીપ મિડ વિકેટની વચ્ચે ફરી ચોગ્ગો ફટકાર્યો હતો. પાંચમો બોલ ડોટ રહ્યો પરંતુ છઠ્ઠા બોલને ફરીથી પંડ્યાએ બાઉન્ડ્રી બહાર ફેંકી દીધો હતો. 20મી ઓવરમાં ભારતને 7 રનની જરૂર હતી. પહેલા જ બોલમાં સિક્સ ફટકારવાના પ્રયાસમાં રવિન્દ્ર જાડેજા મહોમ્મદ નવાઝના બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ ક્રીઝ પર ઉતરી દિનેશ કાર્તિકે બીજા બોલ પર એક રન લીધો હતો. ત્રીજા બોલમાં હાર્દિક કવર તરફ રમવા માગતો હતો પરંતુ તે સીધો ફીલ્ડરના હાથમાં જતો રહ્યો. હવે ભારતને 3 બોલ પર છ રનની જરૂર હતી. આત્મવિશ્વાસથી ભરેલા હાર્દિકે ચોથા બોલ પર લોન્ગ ઓન પર સિક્સ ફટકારી ભારતને જીત અપાવી હતી.