307 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરુઆત સારી નહોતી રહી. ઓપનર એલનને શાર્દુલ ઠાકુર રિષભ પંતના હાથ કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી ન્યૂઝીલેન્ડ દબાણમાં હતું આમ છતાં ટીમે રનની સ્પીડ વધારવામાં ડેવોન કાન્વે ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો. અહીં ઉમરાને કરિયરની પહેલી વિકેટ લીધી હતી.
વિલિયમસન અને લેથમે કરી તોફાની બેટિંગ
ન્યૂઝીલેન્ડને ત્રીજો ઝાટકો ડેરિલ મિશનના રૂપમાં લાગ્યો હતો. તે માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પરંતુ તે પછી કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર ટોમ લેથમે આશા છોડી નહોતી. બન્ને બેટ્સમેનોએ મળીને 100, 150, 200 અને 250 રનને પાર કરી લીધા હતા. આ દરમિયાન બન્નેને મેદાન પર ટકવામાં જરાય તકલીફ પડી નહોતી. લેથમે આક્રામક મૂડમાં સેન્ચ્યૂરી ફટકારી હતી.
શાર્દુલની એક ઓવરમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો
લેથમે આક્રામક બેટિંગ કરીને માત્ર 76 બોલમાં સેન્ચ્યુરી પૂર્ણ કરી હતી. આ દરમિયાન તેણે શાર્દુલ ઠાકુરની એક ઓવરમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 25 રન બનાવ્યા હતા. જેમાં બે વાઈડનો પણ સમાવેશ થાય છે. આમ 40મી ઓવરના અંતિમ બોલ પર સિંગલ લઈને સદી પૂર્ણ કરી હતી.
ટીમ ઈન્ડિયાના ત્રણ પ્લેયર્સે ફટકારી હતી અર્ધ સદી
આ પહેલા શ્રેયસ ઐયરે 80, કેપ્ટન શિખર ધવને 72 અને શુભમન ગિલે 50 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જેની મદદથી ભારતીય ટીમ સ્કોરને 306 પર પહોંચાડી શકી હતી. એક સમયે મેચ ભારતના પક્ષમાં આવી હતી પરંતુ બોલરોની ધાર ના દેખાતા આખરે ન્યૂઝીલેન્ડ આરામથી મેચ જીતી ગયું હતું.
ભારતી બોલરો ન્યૂઝીલેન્ડને રોકી શક્યા નહીં
ભારતી ટીમમાં ઉમર મલિક અને શાર્દુલ ઠાકુર માત્ર વિકેટ લેવામાં સફળ થયા હતા. ભારતે કુલ 5 બોલર્સનો ઉપયોગ કર્યો હતો, જોકે, અહીં ફરી એકવાર ભારતીય બોલિંગ અટેક પર સવાલ ઉઠી રહ્યા છે. અર્શદીપ, વોશિંગટન સુંદર અને યુજવેન્દ્ર ચહલ વિકેટ લઈ શક્યા નહોતા. ભારતીય બોલરો વિકેટ લેવામાં સફળ ના થતા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન અને લેથમે વિકેટ પડવા દીધી નહોતી અને વિશાળ પાર્ટનરશીપ કરીને ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી.