Today News

ind vs ban series, IND vs BAN: બીજી વન-ડેમાં થશે એક ફેરફાર, આ ઘાકડ ખેલાડીની થઈ શકે છે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી – ind vs ban: in second odi umran malik may get chance to play in place of injured shardul thakur

Shardul Thakur


નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ મેચોની વન-ડે સીરિઝનો બીજો મુકાબલો બુધવારે થવાનો છે. પહેલી મેચ હારનારી ભારતીય ટીમ માટે આ મેચ જીતવી ઘણી મહત્વની છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અનફિટ હોવાનું જણાવાઈ રહ્યું છે. પહેલી વન-ડેમાં શાર્દુલ ઠાકુરને બોલિંગ દરમિયાન ઘણી મુશ્કેલી પડી રહી હતી. એવામાં એ નક્કી નથી કે, તે આગામી મેચમાં રમી શકશે કે નહીં.

શાર્દુલ ઠાકુરને પહેલી વન-ડેમાં બોલિંગ કરવામાં તકલીફ પડી રહી હતી. જેથી તે બીજી વન-ડેમાં નહીં રમે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

વન-ડે સીરિઝ પછી ટેસ્ટ શ્રેણીમાં પણ રમાવાની છે, એવામાં ટીમ મેનેજમેન્ટ કોઈ રિસ્ક નથી લેવા માગતું. શાર્દુલને આરામ આપી જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik)ને તક આપવામાં આવી શકે છે. ઉમરાન મલિકે ભારત માટે અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ વન-ડે રમી છે. આ દરમિયાન તેણે ત્રણ વિકેટ ઝડપી છે. ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં જ પૂરી થયેલી વન-ડે સીરિઝમાં ઉમરાને ડેબ્યુ કર્યું હતું.

બીજી વન-ડેની સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઉમરાન મલિક, દીપક ચાહર, કુલદીપ સેન, મોહમ્મદ સિરાજ

બાંગ્લાદેશ સામે બીજી વન-ડેમાં ઉમરાન મલિકને મળી શકે છે તક.

ભારત-બાંગ્લાદેશનો કાર્યક્રમ
પહેલી વન-ડે: બાંગ્લાદેશ 1 વિકેટથી જીત્યું
બીજી વન-ડે: 7 ડિસેમ્બર, મીરપુર
ત્રીજી વન-ડે: 10 ડિસેમ્બર, ચટગાંવ

પહેલી વન-ડેમાં પહેલા બેટિંગ કરતા ભારતની ટીમ માત્ર 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કે એલ રાહુલ (73 રન) સિવાય બીજો કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. બાગ્લાદેશના ઈબાદત હોસેને 4 વિકેટ ઝડપી ભારતીય બેટિંગ લાઈન અપની કમર ભાંગી નાખી હતી. જીત માટેનો 187 રનનો ટાર્ગેટ બાંગ્લાદેશે 1 વિકેટ બાકી હતી ત્યારે પાર કરી લીધો હતો. ઘણી રસાકસીભરી રહેલી આ મેચમાં મેહદી હસને ભારતીય ટીમના મોંમાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. તેણે 39 દડામાં 38 રન બનાવી અણનમ રહીને એક છેડો સાચવી રાખ્યો હતો અને બાંગ્લાદેશને જીત અપાવી હતી.

Exit mobile version