વિરાટ કોહલીએ ઈશારો કરતાની સાથે જ અમ્પાયરે નો-બોલનો સંકેત આપ્યો. આના પર બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન અમ્પાયર તરફ દોડ્યા. આ બધું જોઈને વિરાટ કોહલી વચ્ચે આવી ગયો. કોહલીને આવતા જોઈ શાકિબ ગુસ્સે થઈ ગયો હતો. પરંતુ પછી હસતો દેખાયો. તેણે કોહલીને ગળે લગાવ્યો. તેની અને વિરાટ કોહલી વચ્ચે બોલાચાલી થઈ અને તે પછી શાકિબ ફિલ્ડિંગ કરવા જતો રહ્યો.
આ દરમિયાન શાકિબ ઈશારામાં વિરાટ કોહલીને કંઈક કહેતો જોવા મળ્યો, પરંતુ વાત આગળ વધી નહીં. વિરાટ કોહલી પણ શાંત થયો. કોહલી વચ્ચે આવ્યા બાદ મામલો થાળે પડ્યો હોવાની ચર્ચા કોમેન્ટેટર્સ પણ કરતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે શાકિબ અલ હસન આ નિર્ણયને લઈને ઘણી વખત અમ્પાયર સાથે ઘર્ષણ કરી ચૂક્યા છે.
મેચની વાત કરીએ તો ભારતીય ટીમે 20 ઓવરમાં 184 રન બનાવ્યા હતા. તેના માટે વિરાટ કોહલીએ સૌથી વધુ અણનમ 64 રનની ઇનિંગ્સ રમી હતી. આમાં તેણે 44 બોલનો સામનો કર્યો, જ્યારે 8 ચોગ્ગા અને 1 છગ્ગા મારયો. તેના સિવાય કેએલ રાહુલે 32 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 50 રનની ઇનિંગ રમી હતી. ટૂર્નામેન્ટમાં આ તેની પ્રથમ અડધી સદી છે જ્યારે કોહલીની ત્રીજી અડધી સદી છે. સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 30 રનની તોફાની ઇનિંગ રમી હતી.