IND vs BAN: વરસાદ અને પછી છેલ્લા બોલ સુધી રોમાંચ, સેમીફાઈનલમાં ભારતની સીટ કન્ફર્મ!
સોશિયલ મીડિયા પર રઘુના થઈ રહ્યા છે વખાણ
બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન એક વ્યક્તિ એવા હતા જે મેદાન બહાર રહીને ટીમ ઈન્ડિયાની જીત માટે જોર લગાવી રહ્યા હતા. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ભારતીય ટીમના સ્પોર્ટિંગ સ્ટાફ રઘુ હતા. રઘુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને નેટ્સમાં થ્રો ડાઉનનો અભ્યાસ કરાવે છે પરંતુ બાંગ્લાદેશ વિરુદ્ધની મેચમાં તેઓ એક મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા. મેચમાં વરસાદના કારણે આઉટ ફીલ્ડ ભીની થઈ ગઈ હતી, જેના કારણે ફિલ્ડિંગ દરમિયાન ખેલાડીઓના લપસવાનું જોખમ હતું. તેવામાં રઘુ બાઉન્ડ્રી લાઈન પર ખેલાડીઓના જૂતામાંથી ભીની માટી સાફ કરી રહ્યા હતા. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેમના હાથમાં બ્રશ જોવા મળી રહ્યું છે, જેનાથી તેઓ ખેલાડીઓના જૂતા સાફ કરી રહ્યા હતા. રઘુનો આ શાનદાર પ્રયાસ અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના દમદાર પર્ફોર્મન્સનું પરિણામ એ આવ્યું કે ટીમે બાંગ્લાદેશને ધૂળ ચટાડી.
T20 World Cup: ભારતનો રોમાંચક વિજય, લિટન દાસની તોફાની બેટિંગ છતાં બાંગ્લાદેશનો પરાજય
રસાકસીથી ભરેલી રહી ભારત અને બાંગ્લાદેશની મેચ
બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 184 રન બનાવ્યા હતા. ભારત માટે કેએલ રાહુલે ફોર્મમાં કમબેક કરતાં શાનદાર 50 રન ફટકાર્યા હતા. તો વિરાટ કોહલીએ પણ 64 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 30 રન કર્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે જોરદાર શરૂઆત કરી હતી. જો કે, વરસાદના કારણે મેચ રોકવી પડી હતી પરંતુ બીજી વખત શરૂ થઈ તો 16 ઓવરમાં 151 રનનું લક્ષ્ય હતું, જેના જવાબમાં 145 રન જ ટીમ કરી શકી.
Read Latest Cricket News And Gujarati News