T20 World Cup: ટીમમાં શમીને સામેલ ન કરવો સાબિત થઈ શકે છે મોટી ભૂલ? 2015 સાથે છે કનેક્શન
રોહિત શર્મા (Rohit Sharma)
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે એટલું સારું પ્રદર્શન કરી શકતો નથી. 16 ઈનિંગ્સમાં રોહિતે 22.71ની સરેરાશ અને 133.61ની સ્ટ્રાઈકના રેટથી માત્ર 318 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે.
વિરાટ કોહલી (Virat Kohli)
વિરાટ કોહલી અત્યારસુધીમાં ઓસ્ટ્રેલિયા સામે સારું રમ્યો છે. 19 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં વિરાટને વર્લ્ડ ચેમ્પિયન ટીમ સામે 60ની સરેરાશ અને 146ના સ્ટ્રાઈક રેટથી 718 રન બનાવ્યા છે, જેમાં સાત અડધી સદી સામેલ છે.
T20 World Cup: ભારતીય ટીમની જાહેરાત, જસપ્રિત બુમરાહ-હર્ષલ પટેલનું પુનરાગમન
દિનેશ કાર્તિક (Dinesh Karthik)
ઓસ્ટ્રેલિયા સામે દિનેશ કાર્તિકે 6 ટી20 મેચમાં 69 રન બનાવ્યા છે. પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ 153.33 છે. કાર્તિક આ વખતે ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે અને તેમાં સ્ટ્રાઈક રેટ સૌથી મહત્વપૂર્ણ હોય છે.
ઋષભ પંત (Rishabh Pant)
વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા સામેની 5 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 24 રન જ બનાવ્યા છે. તેના સૌથી વધારે રન 20 રહ્યા છે. તેની સરેરાશ 6 અને સ્ટ્રાઈક રેટ 85.71નો છે.
કેએલ રાહુલ (KL Rahul)
ફોર્મ સામે ઝઝૂમી રહેલા બેટ્સમેન કેએ રાહુલે 8 મેચમાં 205 રન બનાવ્યા છે. તેણે આ રન 29.28ની સરેરાશ અને 130ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. તેનો કરિયર રેકોર્ડ આ કરતાં વધારે સારો છે.
હાર્દિક પંડ્યા (Hardik Pandya)
હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે 9 મેચ રમ્યો છે અને તેને ચાર વખત જ બેટિંગ કરવાની તક મળી છે. તેણે 34.33ની સરેરાશ અને 141ના સ્ટ્રાઈર રેટથી 103 રન બનાવ્યા છે.