કેએલ રાહુલ છેલ્લાં કેટલાંક સમયથી ફોર્મમાં નથી. બીજી તરફ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ પહેલી ફેબ્રુઆરીના રોજ રમાવા માટે જઈ રહી છે. ત્યારે કેપ્ટન રોહિત શર્માએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાંક ખુલાસા કર્યા હતા. શું આ ત્રીજી ટેસ્ટ મેચમાંથી ઉપ કેપ્ટન કેએલ રાહુલ બહાર થશે કે નહીં, તે અંગે પણ રોહિત શર્માએ ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે, કેએલ રાહુલને વાઈસ કેપ્ટનના પદેથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.