IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીના બીજા દિવસે અમ્પાયર નિતિન મેનનના એક નિર્ણય બાદ હોબાળો મચ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં અમ્પાયરિંગ કરી રહેલાં મેનને વિરાટ કોહલીને એલબીડબ્લ્યુ આપ્યો હતો. જેના કારણે તે ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રકારની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.