ઓસ્ટ્રેલિયન મીડિયા અને કર્યા માઈકલ વોને આક્ષેપો
જાડેજા જ્યારે બોલિંગ કરવા આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 120-5 હતો જ્યારે વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રવિન્દ્ર જાડેજાએ મોહમ્મદ સિરાજ સાથે નાની વાતચીત કરી હતી. તે દરમિયાન રવિન્દ્ર જાડેજા બોલ પર આંગળીઓ ઘસતો જોવા મળ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયન મીડિયાને લાગ્યું કે રવિન્દ્ર જાડેજા બોલને રગડી રહ્યો છે. જ્યાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ટિમ પેન અને માઈકલ વોન, જેઓ ઘણીવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકિ રહ્યા છે. ત્યારે હાલ ટીમ ઈન્ડિયા પર બેઈમાનીનો આરોપ લગાવ્યો છે. જોકે હાલ આ વીડિયોએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. કેટલાક કહી રહ્યા છે કે જાડેજાએ બોલ સાથે છેડછાડ કરી તો કેટલાક બોલથી માટી સાફ કરવાની વાત કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયા ફોક્સ ક્રિકેટ બોલ ટેમ્પરિંગનો મુદ્દો ઉઠાવવામાં વ્યસ્ત છે. ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને ટ્વિટ કર્યું હતું કે ‘તે તેની હલતી આંગળી પર શું મૂકે છે? આવું ક્યારેય જોયું નથી.
શું કાંગારૂઓ જાડેજાની ઈર્ષ્યા કરે છે?
મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે રવિન્દ્ર જાડેજાએ એકલાએ 10માંથી 5 વિકેટો લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી રહેલા ઓલરાઉન્ડરે 22 ઓવરમાં 47 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી, જ્યારે ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને એક-એક સફળતા મળી હતી.
Read Latest Ahmedabad News And Gujarat News