Ind Vs Aus: ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે BCCIનો મોટો નિર્ણય, ટીમ ઈન્ડિયામાં જોડાયા આ 4 ખેલાડીઓ - india vs australia test series four spinners as net bowler washington

Ind Vs Aus: ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે BCCIનો મોટો નિર્ણય, ટીમ ઈન્ડિયામાં જોડાયા આ 4 ખેલાડીઓ – india vs australia test series four spinners as net bowler washington


India Vs Australia Test Series: ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ટીમના તમામ ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે. જોકે સિરીઝ પહેલા ભારતીય ટીમે એક મોટો નિર્ણય લીધો છે અને ટીમમાં ચાર ખેલાડીઓને જોડવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર BCCIએ વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, સાંઈ કિશોર અને રાહુલ ચાહરને ટીમ ઈન્ડિયા સાથે જોડ્યા છે. આ તમામને નેટ બોલર તરીકે ટીમ સાથે રાખવામાં આવ્યા છે. જેઓ આખી સિરીઝ દરમિયાન માટે ટીમ ઈન્ડિયા સાથે જ રહેશે. ત્યારે જો સિરીઝની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ સિરીઝ થવાની છે. જેમાં સ્પિનરોનો દબદબો જોવા મળી શકે છે. એક તરફ ઓસ્ટ્રેલિયા ભારતીય સ્પિનરોને ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યું છે તો બીજી તરફ ટીમ ઈન્ડિયાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

8 સ્પિનરો સાથે શક્ય બનશે પ્રેક્ટિસ!
નેટ સ્પિનરો તરીકે જે ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે તે તમામ સ્પિનરો છે. જ્યારે ભારત પાસે જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ જેવા ચાર ફાસ્ટ બોલર પણ છે જે પ્રેક્ટિસ અને મેચ બન્નેમાં ઉપયોગી થઈ શકે છે. સ્પિનરોની વાત કરીએ તો ટીમમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો પણ સમાવેશ થાય છે. જોકે હાલ પ્રેક્ટિસ દરમિયાન ભારત પાસે કુલ 8 સ્પિનરો હશે, ત્યારે આવી સ્થિતિમાં બેટ્સમેનોને તૈયારી કરવાની ઘણી તક મળશે.

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન)
  • શુભમન ગિલ
  • પુજારા
  • વિરાટ કોહલી
  • શ્રેયસ અય્યર
  • કેએસ ભરત (વિકેટકીપર)
  • ઈશાન કિશન (વિકેટકીપર)
  • આર.કે. અશ્વિન
  • અક્ષર પટેલ
  • કુલદીપ યાદવ
  • રવિન્દ્ર જાડેજા
  • મોહમ્મદ શમી
  • મોહમ્મદ સિરાજ
  • ઉમેશ યાદવ
  • જયદેવ ઉનડકટ
  • સૂર્યકુમાર યાદવ

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ

  • પેટ કમિન્સ (કેપ્ટન)
  • એશ્ટન અગર
  • સ્કોટ બોલેન્ડ
  • એલેક્સ કેરી
  • કેમેરોન ગ્રીન
  • પીટર હેન્ડ્સકોમ્બ
  • જોશ હેઝલવુડ
  • ટ્રેવિસ હેડ
  • ઉસ્માન ખ્વાજા
  • માર્નસ લેબુશેન
  • નાથન લિયોન
  • લાન્સ મોરિસ
  • ટોડ મર્ફી
  • મેથ્યુ રેનશો
  • સ્ટીવ સ્મિથ (વાઈસ કેપ્ટન)
  • મિશેલ સ્ટાર્ક
  • મિશેલ સ્વેપ્સન
  • ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ સિરીઝ શેડ્યૂલ)

  • પ્રથમ ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર
  • બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
  • ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાલા
  • ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ

Read Latest Sports News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *