icc odi world cup 2023, વર્લ્ડ કપ અંગે ક્રિસ ગેઈલની ભવિષ્યવાણી, ભારત સહિત આ ત્રણ ટીમો સેમિફાઈનલમાં પહોંચશે - west indies star chris gayle predicts icc world cup 2023 semi finalists

icc odi world cup 2023, વર્લ્ડ કપ અંગે ક્રિસ ગેઈલની ભવિષ્યવાણી, ભારત સહિત આ ત્રણ ટીમો સેમિફાઈનલમાં પહોંચશે – west indies star chris gayle predicts icc world cup 2023 semi finalists


વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેઈલનું માનવું છે કે આ વર્ષે યોજાનાર ICC વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો રહેશે. ક્રિસ ગેઈલ હાલ ભારતના પ્રવાસે છે. ગેઈલ ઈન્ડિયન વેટરન્સ પ્રીમિયર લીગના લોન્ચિંગ પ્રસંગે અહીં આવ્યો છે. આ લીગ આ વર્ષે 21થી 30 નવેમ્બર દરમિયાન રમાશે. આ પ્રસંગે ક્રિસ ગેઈલે કહ્યું હતું કે, વર્લ્ડ કપ 2023માં ભારત સિવાય ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો અંતિમ ચારમાં પોતાનું સ્થાન બનાવશે. ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપનો પ્રારંભ થશે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2013માં આઈસીસી ઈવેન્ટમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ પછી એક દાયકાથી ભારતીય ટીમ એક પણ આઈસીસી ટુર્નામેન્ટ જીતી શકી નથી.

ભારતીય ક્રિકેટ ટીમ પાસે મોટી તક
ગેઈલે જણાવ્યું હતું કે, ફક્ત ભારત શા માટે, વેસ્ટ ઈન્ડિઝે પણ 2016 બાદ કોઈ આઈસીસી ટાઈટલ જીત્યું નથી. ભારત પાસે શ્રેષ્ઠ ખેલાડીઓ છે અને તેને તેની ધરતી પર રમવાનો ફાયદો મળશે. પરંતુ ભારતીય ટીમ પર ટાઈટલ જીતવાનું દબાણ રહેશે કારણ કે ભારતમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ભારતીય ટીમ તેની ધરતી પર જીતે. કઈ ટીમો વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં પહોંચશે તે અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગેઈલે કહ્યું હતું કે, તે ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે પરંતુ મને લાગે છે કે ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ચાર ટીમો હશે.

આ સિવાય ક્રિસ ગેઈલે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે પણ વાત કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચોની આસપાસ ઉભા કરવામાં આવતા હાઈપ પર કટાક્ષ કરતા ગેઈલે કહ્યું કે, બંને ટીમોના ક્રિકેટરોએ વધુ પૈસાની માંગણી કરવી જોઈતી હતી. 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે, ત્યારે શહેરમાં હોટલના ભાવ આસમાને પહોંચી ગયા છે.

ગેઈલે ઉમેર્યું હતું કે, જ્યારે પણ આ બંને ટીમો એકબીજા સાથે રમે છે અને ખાસ કરીને વર્લ્ડ કપમાં, ત્યાં ઘણી કમાણી થાય છે. એક મેચ સમગ્ર ICC ટુર્નામેન્ટ જેટલી કમાણી કરી શકે છે. મને લાગે છે કે બંને ટીમના ખેલાડીઓએ વધુ પૈસાની માંગ કરવી જોઈએ. મેચ પ્રસારણની આવક હોય કે ટિકિટની કમાણી હોય આ મેચમાં જંગી કમાણી થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *