hardika pandya-dhoni, ભારતીય ક્રિકેટના જય-વીરૂ... 'શોલે'ના રંગમાં રંગાયા હાર્દિક અને ધોની, શેર કરી ખાસ તસ્વીર - india vs new zealand 1st t20 captain hardik pandya meets ms dhoni at his residence in ranchi

hardika pandya-dhoni, ભારતીય ક્રિકેટના જય-વીરૂ… ‘શોલે’ના રંગમાં રંગાયા હાર્દિક અને ધોની, શેર કરી ખાસ તસ્વીર – india vs new zealand 1st t20 captain hardik pandya meets ms dhoni at his residence in ranchi


ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચ માટે તૈયાર છે. હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનસી કરશે. ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાવાની છે. જેના માટે બંને ટીમો અહીં આવી પહોંચી છે. રાંચી પહોંચવાની સાથે જ હાર્દિક પંડ્યાએ સૌથી પહેલા ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરી હતી. હાર્દિકે પોતાની આ મુલાકાતની તસ્વીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર એક તસ્વીર શેર કરી છે જેમાં તે બુલેટ પર બેઠો છે અને તેની સાઈડકારમાં ધોની બેઠો છે. તેણે તસ્વીર શેર કરવાની સાથે લખ્યું હતું કે શોલેનો બીજો ભાગ ટૂંક સમયમાં જ આવવાનો છે.

ધોની અને હાર્દિકનું છે ખાસ કનેક્શન
ભારતીય ટીમ જ્યારે પણ રાંચી જાય છે તો ટીમના ખેલાડી ધોનીને ચોક્કસથી મળે છે. જ્યારે હાર્દિક પંડ્યા અને ધોની વચ્ચેના સંબંધો ખાસ માનવામાં આવે છે. હાર્દિક પંડ્યા ઘણી વખત કહી ચૂક્યો છે કે તે ધોનીથી ઘણો જ પ્રેરિત છે અને તે ધોનીને જોઈને જ કેપ્ટનસી કરવાનું શીખ્યો છે. આ ઉપરાંત મેદાનમાં કેવી રીતે શાંત રહેવું તે પણ તે ધોનીને જોઈને જ શીખ્યો છે.
હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનો ભાવિ કેપ્ટન માનવામાં આવે છે
ભારતીય ટીમ હાલમાં પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખતા બીસીસીઆઈ યુવાન ખેલાડીને કેપ્ટન બનાવવા ઈચ્છે છે. તેમાં પણ ટી20માં તો હાર્દિક પંડ્યાની કેપ્ટનસીની દાવેદારી ઘણી જ મજબૂત છે. આ જ કારણથી બોર્ડે તેને સળંગ બે ટી20 સિરીઝમાં હાર્દિકને ટીમની કમાન સોંપી હતી. જ્યારે રોહિત શર્મા હાલમાં વન-ડે ટીમનો કેપ્ટન છે. ન્યૂઝીલેન્ડ અગાઉ શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં પણ હાર્દિક ટીમનો કેપ્ટન હતો. હાર્દિક પંડ્યાને 2024ના ટી20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે રોહિતને વન-ડે અને ટેસ્ટ ટીમનો જ કેપ્ટન રાખવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે
ભારતે હાલમાં જ વન-ડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે ટી20 સિરીઝ રમાશે. સિરીઝની પ્રથણ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. જ્યારે બંને ટીમો વચ્ચે બીજી મેચ લખનૌમાં રમાશે. ત્રીજી અને અંતિમ ટી20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *