ત્રીજી વન-ડેઃ સૂર્યકુમારની તોફાની બેટિંગ, ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી શ્રેણી જીવંત રાખી
પંડ્યાની હરકતના કારણે તિલક ફિફ્ટી ન ફટકારી શક્યો
વાત એમ છે કે, વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતની સામે 160 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય સુધી પહોંચી ગઈ હતી. જે સમયે ભારતને જીત માટે માત્ર બે રન જોઈતા હતા, તે સમય તિલક વર્મા 49 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ સ્ટ્રાઈક પર હાજર કેપ્ટન પંડ્યાએ વિરોધી કેપ્ટન રોવમેન પોવેલના બોલ પર સિક્સ મારતા 13 બોલ પહેલા જ જીત અપાવી હતી. માત્ર એક રનથી અડધી સદીથી દૂર રહેલો તિલક વર્મા જો અડધી સદી પૂરી કરી દેત તો ત્રણ મેચમાં તેની આ બીજી ફિફ્ટી હોત. કોમેન્ટ્રી બોક્સમાં પણ દરેક એ જ વિચારી રહ્યું હતું કે, કેપ્ટન યુવા ખેલાડીને 50 રન પૂરા કરવા દેશે, પરંતુ તેના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. પંડ્યાના વિનિંગ શોટ પર સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી રહી છે, કેટલાક ફેન્સ તેના મેચ ખતમ કરવાની રીતથી ખુશ નથી તો કેટલાક તેને સ્વાર્થી કહી રહ્યા છે.
વર્લ્ડ કપ 2023: જયદેવ ઉનડકટ કે શાર્દુલ ઠાકુર, એક્સ્ટ્રા પેસરના સ્લોટમાં કોને મળશે તક?
સૂર્યકુમાર અને તિલકની શાનદાર બેટિંગ
મેચની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવે 44 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા સિવાય તિલક વર્મા સાથે ત્રીજી વિકેટ માટે 51 બોલમાં 87 રનની આક્રમક ભાગીકારી કરી મેચમાં ટીમમાં વાપસી કરી હતી. તિલક વર્માએ 37 બોલની રણનમ ઈનિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા 15 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની સાથે 20 રન પર અણનમ રહ્યો હતો. તિલક અને પંડ્યાએ ચોથી વિકેટ માટે 31 બોલમાં 43 રનની ભાગીકારી કરી હતી.
જીત બાદ હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
મેચમાં જીત મેળવ્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ‘આ જીત અમારા માટે મહત્વની હતી. એક ટીમ તરીકે આ ત્રણ મેચ રોમાંચક હતી. બે હાર અથવા બે જીત ક્યારેય લાંબી યોજનાઓને બદલી શકે નહીં. અમારે તે દેખાડવું પડશે કે જ્યારે આવી ગેમની વાત આવે છે ત્યારે અમે તૈયાર છીએ. નિકી પૂરન મોટી ઈનિંગ રમી શક્યો નહીં અને અમારા ત્રણ ફાસ્ટ બોલરોને મેચમાં કમબેક કરવાની તક મળી. ગત મેચમાં અક્ષર પટેલને બોલિંગની તક મળી નહોતી, પરંતુ તેણે આજે 4 ઓવરમાં બોલિંદ કરી. એક ટીમ તરીકે સાત બેટ્સમેનની સાથે બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, જેમ કે આજે થયું હતું. જો બેટ્સમેન રન બનાવે છે તો આઠમા નંબર પર કોઈની જરૂર નથી. જેમ, સૂર્યકુમારે કહ્યું કે, તે અને તિલક એકસાથે રમે છે અને એકસાથે સમય પસાર કરે છે. અમે ભાગ્યશાળી છીએ કે, ટીમમાં સૂર્યકુમાર જેવો વ્યક્તિ છે અને તે એક જવાબદારી લે છે તો બીજાને સંદેશ મળે છે’.
Read latest Cricket News and Gujarati News