T20 WC 2022: ટીમ ઈન્ડિયાના આ ચાર ખેલાડીઓનું ખતમ થઈ જશે કરિયર! ખૂબ જલ્દી લેશે સંન્યાસ!
હાર્દિક પંડ્યાનું છલકાયું દર્દ
ટી20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાએ ટ્વીટ કર્યું હતું ‘નિરાશ છું, અંદરથી ઘવાયેલો છું અને આઘાતમાં છું. અમારા તમામ માટે આ પરિણામને સ્વીકારવું મુશ્કેલ છે. સાથી ખેલાડીઓ સાથેના બોન્ડને અમે માણ્યો. અમે દરેક પગલે એકબીજા માટે લડાઈ લડી. મહીનાઓના સમર્પણ અને હાર્ડવર્ક માટે અમારા સપોર્ટ સ્ટાફનો આભાર. અમારા ચાહકોનો આભાર જેણે અમને સપોર્ટ આપ્યો. અમે તમારા આભારી છીએ. આવું નહોતું થવું જોઈતું પરંતુ અમે આ લડાઈ યથાવત્ રાખીશું’. ક્રિકેટર નિરાશ હોવાનું જાણી ફેન્સ તરત જ તેના સમર્થનમાં આવ્યા હતા અને ટ્વીટ પર કોમેન્ટ કરી તેને ‘ચેમ્પિયન’ ગણાવ્યો હતો, આ સિવાય કેટલાક ફેન્સે તેના પર્ફોર્મન્સના વખાણ કર્યા હતા. આ સિવાય કેટલાક ફેન્સ એવા પણ હતા, જેમણે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી કોઈ સારી ટીમ ડિઝર્સ કરતાં હોવાનું લખ્યું હતું.
T20 WC: ભારતની કારમી હાર બાદ છીનવાશે રોહિતનું સુકાની પદ? હાર્દિક પંડ્યા બનશે નવો કેપ્ટન!
ઈંગ્લેન્ડ સામે હાર્દિક પંડ્યાની અડધી સદી
હાર્દિક પંડ્યા જ્યારે બેટિંગ કરવા માટે ઉતર્યો ત્યારે ભારતનો સ્કોર 12 ઓવર પર 75 રન હતો અને 3 વિકેટ પડી ગઈ હતી. તેણે શરૂઆતમાં થોડો સમય લીધો હતો. 9 બોલમાં પંડ્યાએ માત્ર 4 જ રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ તે બોલર પર તૂટી પડ્યો. ત્યારબાદના 20 બોલમાં તેણે 48 રન બનાવીને અડધી સદી પૂરી કરી. હાર્દિકે કુલ 33 બોલ પર 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 63 રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝોમાં પંડ્યા સંભાળશે સુકાની પદ
ભારત હવે 18 નવેમ્બરે ન્યૂઝીલેન્ડની ટુર પર જશે, જ્યાં ત્રણ ટી20 અને ત્રણ વનડે સીરિઝ રમાશે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે ત્યારે હાર્દિક પંડ્યા કપ્તાની કરશે.
Read Latest Cricket News And Gujarati News