T20 World Cup 2022, India vs England Semifinal: લોકેશ રાહુલ પાંચ, કેપ્ટન રોહિત શર્મા 27 અને સૂર્યકુમાર યાદવ 14 રન નોંધાવીને આઉટ થયા હતા. ભારતે 11.2 ઓવરમાં 75 રનના સ્કોર પર ત્રણેય બેટર્સ ગુમાવી દીધી હતા. અંતિમ ઓવર્સમાં હાર્દિક પંડ્યાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના બોલર્સની ધોલાઈ કરી હતી.
હાઈલાઈટ્સ:
- T20 World Cupમાં ઈંગ્લેન્ડ સામે ભારતે 20 ઓવરમાં છ વિકેટે 168 રનનો સ્કોર નોંધાવ્યો હતો
- હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી બેટિંગ કરી હતી, હાર્દિકે 33 બોલમાં 63 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી
- હાર્દિક પંડ્યા ભારતી ઈનિંગ્સના અંતિમ બોલ પર આઉટ થઈ ગયો હતો
હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ, અંતિમ બોલે આઉટ થયો
લોકેશ રાહુલ પાંચ, કેપ્ટન રોહિત શર્મા 27 અને સૂર્યકુમાર યાદવ 14 રન નોંધાવીને આઉટ થયા હતા. ભારતે 11.2 ઓવરમાં 75 રનના સ્કોર પર ત્રણેય બેટર્સ ગુમાવી દીધી હતા. અંતિમ ઓવર્સમાં હાર્દિક પંડ્યાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના બોલર્સની ધોલાઈ કરી હતી અને સ્કોરને ઝડપથી આગળ ધપાવ્યો હતો. જોકે, ભારતીય ઈનિંગ્સના અંતિમ બોલ પર તે આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા ક્રિઝની ઘણો અંદર રમી રહ્યો હતો. તેણે અંતિમ બોલ પર બેક ફૂટ પર આવીને શોટ માર્યો હતો. બોલ તો બાઉન્ડ્રી બહાર ગયો હતો પરંતુ સ્ટમ્પ પર પગ અડી જવાના કારણે બેલ્સ પડી ગઈ હતી અને તે આઉટ થઈ ગયો હતો. હાર્દિક પંડ્યાએ 33 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 63 રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલીએ ફટકારી ચોથી અડધી સદી
ભારતના સ્ટાર બેટર અને ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. તેણે મુશ્કેલ સમયમાં શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈંગ્લેન્ડ સામે તેણે 50 રનની ઈનિંગ્સ રમી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં છઠ્ઠી મેચમાં તેની આ ચોથી અડધી સદી છે. તેણે પાકિસ્તાન સામે અણનમ 82 રનની યાદગાર ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ નેધરલેન્ડ્સ સામે પણ અણનમ 62 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશ સામે અણનમ 64 રનની ઈનિંગ્સ રમી હતી.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ