વિચિત્ર રીતે ટાઈ થઈ અંતિમ T20 મેચઃ ન્યૂઝીલેન્ડ સામે ભારતે 1-0થી સીરિઝ જીતી
સેમસનને પ્લેઈંગ-11માં ન લેવા પર હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ‘પહેલી વાત તો એ કે, બહાર કોણ શું બોલી રહ્યું છે તે આ લેવલ પર ફરક પડતો નથી. આ મારી ટીમ છે. કોચ તેમજ મને જે યોગ્ય લાગશે અને જેમ અમે ઈચ્છીશું તેને જ રમાડીશું. ઘણો સમય છે, બધાને તક મળશે અને જ્યારે મળશે ત્યારે લાંબી મળશે. જો સીરિઝ મોટી હોત તો તક પણ વધારે હોત. આ નાની સીરિઝ હતી. હું વધારે ફેરફારમાં વિશ્વાસ કરતો નથી અને આગળ પણ નહીં કરું’.
Fifa World cup: અમે જાપાની છીએ અને ક્યારેય કચરો ફેલાવતા નથી, કરી સ્ટેડિયમની સફાઈ
‘હું મારી રીતે જ આગેવાની કરીશ’
તેણે ઉમેર્યું હતું કે ‘મારે સિક્સ બોલિંગ ઓપ્શન જોઈતો હતો અને તે આ ટુરમાં છે. જે રીતે દીપક હુડ્ડા બોલિંગ કરે છે, થોડું-થોડું કરીને જો બેટ્સમેન ચિપ કરતાં રહેશે તો તમારી પાસે નવા બોલર્સનો પ્રયોગ કરીને વિપક્ષી ટીમને સરપ્રાઈઝ કરવાની ખૂબ સારી તક રહેશે. પ્રામાણિકતાથી કહું તો, હું બધું સરળ બનાવીને રાખવા માગું છું. એક મેચમાં કેપ્ટનશિપ કરું કે સીરિઝમાં, હું પોતાની રીતે આગેવાની કરીશ. જ્યારે પણ મને તક આપવામાં આવી ત્યારે હું એ રીતે ક્રિકેટ રમ્યો છું જેટલું હું જાણું છું’. જણાવી દઈએ કે, કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની ટી20 સીરિઝમાં આ બીજી જીત છે. આ પહેલા ભારતે જૂન મહિનામાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું.
ટી20 સીરિઝમાં નિષ્ફળ રહ્યો રિષભ પંત
ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી20 સીરિઝમાં વિકેટકિપર બેટ્સમેન સંજુ સેમસનની જગ્યાએ રિષભ પંતને પ્લેઈંગ-11માં લેવામાં આવ્યો હતો. જે બંને ઈનિંગમાં નિષ્ફળ રહ્યો હતો. પંતે બીજી મેચમાં માત્ર છ જ રન જ્યારે અંતિમમાં 11 રન કર્યા હતા. બીજી તરફ સેમસનને ખૂબ ઓછી તક મળી છે. પહેલા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી20 સીરિઝ માટે તેને ટીમમાં જગ્યા આપવામાં આવી નહોતી. ત્યારબાદ એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપમાં પણ તેના બદલે ઋષભ પંત અને દિનેશ કાર્તિક જેવા પ્લેયર્સને મહત્વ અપાયું હતું.
Read Latest Cricket News And Gujarati News