હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
ઘટના પહેલી ઈનિંગ્સની 13મી ઓવરની છે. અફઘાનિસ્તાનના 21 વર્ષનો ગુરબાજ ફુલ ફોર્મમાં બેટિંગ કરી રહ્યો હતો. હાર્દિક પંડ્યાની આ ઓવરના પહેલા જ દડે તેણે સિક્સ ફટકારી દીધી હતી. આ જોઈ હાર્દિક પંડ્યાને પોતાના પર કાબુ ન રાખી શક્યો. હકીકતમાં, છગ્ગો માર્યા પછી ગુરબાજ હસી રહ્યો હતો અને કંઈ બોલ્યા પણ ખરો. હાર્દિકને એ પસંદ ન આવ્યું. તે બીજો બોલ ફેંકવા માટે રનઅપમાં જતા-જતા પણ ગુરબાજને આંગળી બતાવી કંઈક કહી રહ્યો હતો.
હાર્દિક પંડ્યાના આવા વર્તનથી ફેન્સ પર નારાજ જોવા મળ્યા. એક ફેન્સે લખ્યું કે, ટીમ ઈન્ડિયાના ટી-20ના કેપ્ટન હાર્દિકને કંઈક વધારે જ ઘમંડ આવી ગયું છે. તો, બીજાએ લખ્યું કે, તમે આ પ્રકારના વ્યવહારથી ટીમ ઈન્ડિયા માટે કંઈ પણ જીતી નહીં શકો. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝની પહેલી મેચમાં પણ હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ કરી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલી મેદાન પર તેને કંઈક કહેવા ઈચ્છતો હતો, પરંતુ તેણે કોહલીની વાત સાંભળી નહીં અને ચાલ્યો ગયો હતો. જેનાથી વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયો હતો.
ગુરબાજને ફોર્મમાં ચાલી રહેલા જેસન રોયના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સમાવાયો હતો. ગુરબાજની આક્રમક બેટિંગના કારણે જ કેકેઆર 179 રન બનાવવાનું સફળ રહ્યું હતું. જોકે, કેકેઆર મેચ જીતી શકી ન હતી. વિજય શંકરની 24 બોલમાં તોફાની અણનમ 51 રન, શુભમન ગિલના 49 અને ડેવિલ મિલરના 18 બોલમાં 32 રનની મદદથી ગુજરાત ટાઈટન્સએ આ મેચ જીતી લીધી હતી.