IND vs SL: 41 દિવસ બાદ કમબેક કરનારા અર્શદીપ સિંહના નામ પર નોંધાયો શરમજનક રેકોર્ડ
અર્શદીપ સિંહ પર ગુસ્સે થયો પંડ્યા
‘બોલિંગ અને બેટિંગ બંનેમાં પાવરપ્લેમાં અમને નુકસાન થયું હતું. અમે કેટલીક સામાન્ય ભૂલો કરી હતી, જે આ લેવલ પર અમારે ન કરવી જોઈએ. શીખવું મહત્વનું છે, જેનાથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તમારો દિવસ ખરાબ હોઈ શકે છે પરંતુ મૂળ બાબતોથી દૂર ન જવું જોઈએ. આ સ્થિતિમાં તે મુશ્કેલ છે. ભૂતકાળમાં પણ તેણે (અર્શદીપ) નોબોલ નાખ્યા છે. કેપ્ટન તરીકે મારું માનવું છે કે, તમે ફ્રીમાં રન આપી શકો નહીં. રન માટે દોડવું બરાબર છે પરંતુ નોબોલ નહીં. હું કોઈના પર દોષનો ટોપલો નાખી રહ્યો નથી પરંતુ તેણે પરત જવાની અને આ લેવલ પર આ ભૂલ ફરીથી નહીં થાય તેની ખાતરી કરવાની જરૂર છે. હું દોષ નથી આપતો પરંતુ નોબોલ ગુનો છે. ટીમમાં જે પણ આવે તેમને તેઓ જેમાં કમ્ફર્ટેબલ હોય તે રોલ આપવામાં આવે છે’.
બીજી T20: અક્ષર પટેલની તોફાની બેટિંગ એળે ગઈ, ભારતને હરાવી શ્રીલંકાએ સીરિઝ સરભર કરી
અર્શદીપ સિંહના નામ પર નોબોલની હેટ્રિક
કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું અને પહેલી ઓવર તેણે નાખી હતી. બીજી ઓવર અર્શદીપ સિંહને સોંપવામાં આવી હતી, પરંતુ પહેલા જ બોલમાં પાથુમ નિશંકાએ ચોગ્ગો ફટકારીને લાઈન લેંથને ખરાબ કરી દીધી હતી. બીજા અને ત્રીજા બોલ પર અર્શદીપે શાનદાર વાપસી કરી હતી અને નિશંકાને રન નહોતા બનાવવા દીધા. ત્યારે બધાને એવું લાગતું કે, અર્શદીપ પોતાની આ ઓવરને સારી રીતે કાઢશે પરંતુ પાંચમો બોલ નોબોલ થઈ ગયો. તેવામાં ઓવરનો અંતિમ બોલ પણ ફ્રી થઈ ગયો. ત્યારબાદ તેણે સતત બે નોબોલ નાખ્યા હતા, જેના પર કુશલ મેંડિસે ચોગ્ગો અને છગ્ગો માર્યો હતો. આમ બે ઓવરમાં અર્શદીપે 19 રન ખર્ચ્યા હતા.
અર્શદીપના નામે નોંધાયો રેકોર્ડ
આ સાથે ટી20 ક્રિકેટમાં અર્શદીપના નામ પર એક એવો રેકોર્ડ નોંધાયો છે, જેને તે ક્યારેય યાદ નહીં કરવા માગે. અત્યારસુધીના કરિયરમાં અર્શદીપ ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે નોબોલ ફેંકનારો બોલર બની ગયો છે. આ ફોર્મેટમાં તેના નામ પર કુલ 12 નોબોલ થયા છે. આ મામલે પાકિસ્તાનનો હસન અલી, વેસ્ટઈન્ડિઝનો કીમો પોલ અને ઓશેન સ્મિથ 11-11 નોબોલની સાથે બીજા સ્થાન પર છે.
Read Latest Cricket News And Gujarati News