કેપ્ટન હાર્દિક પંડ્યા પર રહેશે ફોકસ
સીરિઝમાં નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની પણ પરીક્ષા આ સીરિઝ દરમિયાન થશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ જેવા અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં હાર્દિકને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. હાલમાં T20 વર્લ્ડકપમાં રોહિતની નિષ્ફળતાના કારણે યુવાન ચહેરાને તક આપવામાં આવી રહી છે. હાર્દિકે આ વર્ષે IPLમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન તરીકેની જવાબદારી ભજવીને ટીમને મોટી સફળતા અપાવી હતી. હવે તેની પાસે આંતરાષ્ટ્રિય સ્તર પર પણ પોતાને સાબિત કરવાનો સમય છે.
રિષભ પંતને મળી શકે છે ચેલેન્જ
રોહિત અને રાહુલની ગેરહાજરીમાં ઈશાન કિશન અને શુભમન ગિલ બેટિંગની શરુઆત કરી શકે છે. જોકે, ટોપ ઓર્ડરમાં રિષભ પંતને પણ તક આપવામાં આવી શકે છે. T20 વર્લ્ડકપમાં પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને મહત્વ આપવામાં આવ્યું હતું. પંતનો T20 ઈન્ટરનેશનલનો રેકોર્ડ પણ કંઈ ખાસ નથી. આવામાં તેની પાસે આ સીરિઝ દ્વારા પોતાને સાબિત કરવાનો મોકો છે.
યુવા ખેલાડી ઈશાન કિશન પાસે પણ તક છે કે તે સીરિઝમાં તક મળે તો પોતાને સાબિત કરી બતાવે. ટીમમાં ત્રીજા વિકેટકિપર તરીકે સંજુ સેમસન પણ છે. જોકે, શરુઆતની મેચોમાં તેને તક મળવાની સંભાવના ઓછી છે. વોશિંગટન સુંદર પણ આ સીરિઝ સાથે ટીમમાં કમબેક કરશે અને બેટ તથા બોલ દ્વારા સારું પ્રદર્શન કરવાની તક ઝડપવા ઈચ્છશે. ભારતીય ટીમને જસપ્રીત બુમરાહની સાથે એક એવા બોલરની જરુર છે કે જે ફાસ્ટ બોલિંગ કરી શકે. આવામાં હાલ ટીમમાં ઉમરાન મલિક પણ છે.
યજમાન ટીમના કેપ્ટન પર રહેશે દબાણ
યજમાન ન્યૂઝીલેન્ડના વિલિયમસનની આગેવાનીમાં પોતાની મજબૂત ટીમ ઉતરશે. ટ્રેન્ટ બોલ્ડની ગેરહાજરીમાં ટીમમાં અન્ય ઝડપી બોલરને તક મળશે. ઓપનર માર્ટિન ગપ્ટિલ પણ સીરિઝમાં નથી અને એવામાં ઓપનિંગમાં ડેવોન કોન્વે અને ફિન એલનના ખભા પર જવાબદારી હશે. T20 વર્લ્ડકપમાં વિલિયમસની સ્ટ્રાઈક રેટને લઈને પણ સવાલ ઉઠ્યા હતા.
શું કહે છે IND Vs NZની મેચના આંકડા
પહેલી T20, વેલિંગટન
બન્ને ટીમો વચ્ચે થઈ છે 20 મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડે 9-9 જીતી
સંભવિત Playing XI
ભારતઃ ઈશાન કિશન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગટન સુંદર, ઉમરાન મલિક, ભુવનેશ્વર કુમાર, આર્શદીપ સિંહ અને યુજવેન્દ્ર ચહર.
ન્યૂઝીલેન્ડઃ ફિન એલન, ડેવોન કોન્વે (વિકેટકીપર), કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, જમિ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ઈશ સોઢી, એડમ મિલ્ને અને લોકી ફર્ગ્યુસન.