હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
ધોની માટે ખુશ થયો હાર્દિક પંડ્યા
ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આગળ એમએસ ધોની વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું ધોનીભાઈ માટે ખુશ છું. ભાગ્યમાં આ જ લખાયું હતું, જો મારે હારવું પડે તો તેમની સામે હારી. સારા લોકો સાથે હંમેશા સારું થાય છે અને હું જાણું છું કે તેઓ ભલા વ્યક્તિ છું. ભગવાન દયાળુ છું, ભગવાને મારા પર કૃપા કરી છે પરંતુ આજની રાત તેમની હતી’.
CSKની જીત બાદ મેદાન પર પતિ રવિન્દ્ર જાડેજાને ભેટી પડ્યા રિવાબા, આંખમાં છલકાયા ખુશીના આંસુ
જાડેજાએ ધોનીના નામે કરી જીત
બીજી તરફ, ધોની માટે આઈપીએલની આ સીઝન અંતિમ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ તેણે વધુ એક સીઝન રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, આ માટે તેનું શરીર સાથ આપે તે પણ મહત્વનું હોવાનું તેનું કહેવું છે. છ બોલમાં 15 રન બનાવી અણનમ રહેતા જાડેજાએ આ જીતને કેપ્ટન ધોનીને સમર્પિત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હું આ જીતને સીએસકેના ખાસ સભ્ય મહેન્દ્ર સિંહ ધોનીને સમર્પિત કરી રહ્યો છું. ઘરેલુ દર્શકો સામે પાંચમો ખિતાબ જીતીને સારું લાગી રહ્યું છે. હું ગુજરાતનો છું અને આ એક ખાસ લાગણી છે. મેદાનમાં હાજર દર્શકો શાનદાર રહ્યા. તે મોડા સુધી વરસાદ રોકાવાની રાહ જોતા રહ્યા હતા, હું સીએસકેના ફેન્સનો ખૂબ-ખૂબ આભાર માનું છું, જેઓ અમારું સમર્થન છેક સુધી કરતાં રહ્યા’
‘ભાભી તો બેવફા નીકળી…’ સારાએ CSKની જીતની ઉજવણી કરતાં શુભમનના ચાહકોનો ફૂટ્યો ગુસ્સો
સારો સ્કોર ખડક્યો પરંતુ ન જીતી શક્યું GT
IPL 2023ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સે 214 રનનો વિશાળ સ્કોર ખડક્યો હોવા છતાં જીતી શકી નહીં. વરસાદના કારણે ચેન્નઈ સુપર કિંગ્સને 15 ઓવરમાં 171 રન બનાવવાનો લક્ષ્ય મળ્યો હતો. ગુજરાતની ટીમમાં ત્રણ એવા બોલર હતા જે પર્પલ કેની દોડમાં પહેલા ત્રણ સ્થાન પર હતા. તેમની સામે દરેક ઓવરમાં આશરે 12 રન બનાવવા મુશ્કેલ પડકાર હતો. ચેન્નઈની બેટિંગ દરમિયાન માત્ર પાંચ ઓવર એવી રહી જેમાં 10થી ઓછા રન બન્યા હતા. પરંતુ જ્યારે પણ આમ થયું ત્યારે બેટ્સમેનોએ આગામી ઓવરમાં તેની ભરપાઈ કરી હતી. 14મી ઓવરની બેટિંગ બાદ ચેન્નઈને જીત માટે અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી. મોહિત શર્માએ આ પહેલા બે ઓવરમાં બોલિંગ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. અંતિમ ઓવરના પહેલા ચાર બોલમાં તેણે બેટ્સમેનને લાંબા શોર્ટ્સ રમવાની કોઈ તક આપી નહોતી. મોહિત પોતાની ટીમને જીતાડી દેશે તેમ લાગતું હતું, પરંતુ રવિન્દ્ર જાડેજાએ એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને બાજી પલટી દીધી હતી.
Read latest Cricket News and Gujarati News