હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
ટેસ્ટ ક્રિકેટ નથી રમતો હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા બેટિંગની સાથે-સાથે બેટિંગમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. વ્હાઈટ બોલમાં આપણે ઘણીવાર તેને આમ કરતાં જોયો છે. પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે હાર્દિક ટેસ્ટ ક્રિકેટ કેમ નથી રમતો?
ધોનીમાં શું જોઈને બનાવવામાં આવ્યો હતો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? ભૂતપૂર્વ પસંદગીકારે કર્યો ખુલાસો
ટી20 ફોર્મેટમાં કેપ્ટન છે હાર્દિક પંડ્યા
આપને જણાવી દઈએ કે, રોહિત શર્મા ગત વર્ષના ટી20 વર્લ્ડ કપ બાદથી ટી20 મેચ રમી રહ્યો નથી. તેનું ફોકસ વનડે અને ટેસ્ટ પર છે. તેવામાં તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટી20માં ટીમ ઈન્ડિયાને લીડ કરતો જોવા મળી રહ્યો છે. તો તે વનડેમાં પણ વાઈસ કેપ્ટન છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની એક વનડેમાં કેપ્ટનશિપ પણ કરી છે. એક તરફ હાર્દિક વ્હાઈટ બોલમાં ક્રિકેટ ટીમમાં મુખ્ય ખેલાડી છે અને કેપ્ટનશિપ કરે છે તો બીજી તરફ ટેસ્ટમાં તે ટીમના સ્ક્વોડમાં પણ નથી. એવું કયું કારણ છે કે, હાર્દિક હવે ટેસ્ટ ક્રિકેટ નથી રમતો?
તે આવ્યો અને છવાઈ ગયો…ભારતીય ટેસ્ટ ટીમને ‘વિરાટ’ બનાવનારા કોહલીએ આજે કર્યું હતું ડેબ્યુ
2017માં ટેસ્ટ ક્રિકેટમાં કર્યું હતું ડેબ્યૂ
29 વર્ષના હાર્દિક પંડ્યાએ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 2017માં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. તે બાદથી તે 2018 સુધીમાં 11 ટેસ્ટ રમ્યો હતો, જેમાં તેણે 532 રન બનાવવાની સાથે-સાથે 17 વિકેટ લીધી હતી. જો કે, 2018માં એશિયા કપમાં બોલિંગ કરવા દરમિયાન તેને પીઠમાં ઈજા પહોંચી હતી, જે ગંભીર હતી. જે બાદ તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. જ્યારે તેણે કમબેક કર્યું તો તે સમયે બોલિંગ નહોતો કરતો. આ સિવાય તેણે તેમ પણ કહ્યું હતું કે, તેની ફિટનેસ એવી નથી કે તે ટેસ્ટ ક્રિકેટમાં રમી શકે. ખાસ કરીને પોતાની બોલિંગને લઈને વધારે સમસ્યા હતી. તો 2021માં વર્લ્ડકપ સુધી તેણે બોલિંગ કરવાનું શરૂ કર્યું નહોતું. તેવામાં પંડ્યાએ પોતાની ફિટનેસ પર કામ કરવા માટે ક્રિકેટથી બ્રેક લીધો હતો.
2022માં જીત્યો આઈપીએલની ટ્રોફી
2022માં આઈપીએલમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાએ ફરીથી એન્ટ્રી મારી હતી. બોલિંગ અને બેટિંગમાં તેનું પર્ફોર્મન્સ શાનદાર રહ્યું હતું. આ સાથે જ તેણે કેપ્ટન બન્યા બાદ આઈપીએલની પહેલી જ સીઝનમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. જે બાદ તે ભારત માટે સતત વનડે અને ટી20 રમી રહ્યો છે. પરંતુ ટેસ્ટમાં તેણે હજી સુધી કમબેક કર્યું નથી. તેનું બોડી ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર ન હોવાનું તેને લાગે છે. કુલ મળીને, હાર્દિક તેની ફિટનેસના કારણે હવે ટેસ્ટ ક્રિકેટ નથી રમતો.
Read latest Cricket News and Gujarati News