હાર્દિકે ટોસમાં બાજી મારી
ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPLની 16મી સિઝનની 18મી મેચ મોહાલીમાં ગુરુવારે રમાઈ હતી. મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી અને બોલિંગ પસંદ કરી હતી. આ દરમિયાન મેચની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં હાર્દિક પંડ્યા તેના મિત્રની સાથે મસ્તી કરતો જોવા મળે છે.
હાર્દિકે કોને કિસ કરી
હાર્દિક પંડ્યા શાનદાર ખેલાડીની સાથે સારો સ્વભાવ પણ ધરાવે છે. ટીમ ઈન્ડિયામાં દરેક ખેલાડી સાથે તેના સંબંધો સારા છે. આનું વધુ એક ઉદાહરણ મેદાનમાં જોવા મળ્યું હતું. હાર્દિક પંડ્યા પંજાબ સામેની મેચ પહેલા મેદાનમાં મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન શિખર ધવનને જોતા હાર્દિક ખુશ થઈ ગયો. બંને ખેલાડીઓ એકબીજાના સારા મિત્રો પણ છે. ત્યારે અચાનક મેદાનમાં જઈ હાર્દિકે તેના ખાસ મિત્ર શિખરને ભેટી પડ્યો અને કિસ કરી હતી.
સોશિયલ મીડિયામાં યૂઝર્સની મિશ્ર પ્રતિક્રિયા
હાર્દિક પંડ્યાએ મેચ પહેલા જ ભાઈચારાની ભાવના દાખવી હતી. તેવામાં હાર્દિક પંડ્યા અને શિખર ધવન વચ્ચેની મિત્રતાનો વધુ એક કિસ્સો ચર્ચામાં આવી ગયો છે. હાર્દિકે આ પ્રમાણે કિસ કરી ભાઈચારો દર્શાવતા સોશિયલ મીડિયામાં બંને ક્રિકેટર્સના ફેન્સ ખુશ થઈ ગયા હતા. ફેન્સે કહ્યં ક્રિકેટ મિત્રતાની નિશાની છે અને આ બંને ખેલાડીઓ સારી રીતે આને દર્શાવી રહ્યા છે. જ્યારે અન્ય કેટલાક યૂઝર્સને આ પ્રતિક્રિયા ગમી નહોતી. તેમણે કહ્યું મેદાન વચ્ચે આ પ્રમાણે ન કરવું જોઈએ.
ગુજરાતની ટીમને સુપર હિટ બનાવી
બોલર્સના લજવાબ પ્રદર્શન બાદ ઓપનર શુભમન ગિલે ફટકારેલી અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝનમાં ગુરૂવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. મોહાલીમાં રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, પંજાબના બેટર્સ મોટો સ્કોર નોંધાવી શક્યા ન હતા.