Hardik Pandya meets Home Minister Amit Shah: હાર્દિક પંડ્યા હવે ત્રણ જાન્યુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી ટી20 સીરિઝમાં રમશે. આ સીરિઝમાં હાર્દિક પંડ્યાને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વન-ડેમાં પણ તેને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ રમાનારી વન-ડે સીરિઝમાં રોહિત શર્મા કમબેક કરશે અને ટીમની આગેવાની કરશે.
હાઈલાઈટ્સ:
- હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા
- હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર તેની તસ્વીરો પોસ્ટ કરીને આ મુલાકાતને સન્માનજનક ગણાવી
- હાર્દિક પંડ્યા ત્રણ જાન્યુઆરીથી શ્રીલંકા સામે શરૂ થનારી ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે
હાર્દિક પંડ્યા હવે ત્રણ જાન્યુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી ટી20 સીરિઝમાં રમશે. આ સીરિઝમાં હાર્દિક પંડ્યાને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વન-ડેમાં પણ તેને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ રમાનારી વન-ડે સીરિઝમાં રોહિત શર્મા કમબેક કરશે અને ટીમની આગેવાની કરશે. હાર્દિક પંડ્યાને ટી20 ટીમના કેપ્ટન તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જ્યારે વન-ડેમાં પણ વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે તેના પરથી સંકેત મળે છે કે ભવિષ્યમાં તેને વન-ડે ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
હાર્દિક પંડ્યા માટે 2022નું વર્ષ યાદગાર બની રહ્યું છે. ઈજામુક્ત થયા બાદ હાર્દિક પંડ્યાએ આઈપીએલ-2022માં ગુજરાત ટાઈટન્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ વખત આઈપીએલમાં રમી રહી હતી અને હાર્દિક પંડ્યા પણ પ્રથમ વખત આઈપીએલ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. હાર્દિકે પોતાની કેપ્ટનસીમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઈટન્સ ટીમને ચેમ્પિયન બનાવી હતી.
બીજી તરફ ભારતીય વન-ડે ટીમના ઉપસુકાની લોકેશ રાહુલને ટી20 ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. કંગાળ ફોર્મના કારણે લોકેશ રાહુલને ટી20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે વન-ડેમાં તેને વાઈસ કેપ્ટન પદેથી પણ હટાવી દેવામાં આવ્યો છે. ટી20 ટીમમાં હાર્દિકના ડેપ્યુટી તરીકે શાનદાર પ્રદર્શન કરી રહેલા બેટર સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ ઉપસુકાની રહેશે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ