Today News

hardik pandya, હાર્દિક પંડ્યાએ કરી ‘સ્પેશિયલ’ શુભમન ગિલની પ્રશંસા, ગુજરાતની સફળતાનો શ્રેય કોને આપ્યો? – ipl 2023 gujarat titans captain hardik pandya praises shubman gill

hardik pandya, હાર્દિક પંડ્યાએ કરી 'સ્પેશિયલ' શુભમન ગિલની પ્રશંસા, ગુજરાતની સફળતાનો શ્રેય કોને આપ્યો? - ipl 2023 gujarat titans captain hardik pandya praises shubman gill


આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની સિઝનમાં રવિવારે રમાયેલી અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ બેંગલોરના અભિયાનનો અંત આવી ગયો હતો. આ મેચમાં ગુજરાતના ઓપનર શુભમન ગિલે ધમાકેદાર સદી ફટકારી હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેના આ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. શુભમન ગિલે 101 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.

બેંગલોર સામે વિજય બાદ હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે ખેલાડીઓની ધીરજ અદ્દભુત છે. અમે આવું જ પ્રદર્શન પ્લેઓફમાં જાળવી રાખવા ઈચ્છીએ છીએ. શુભમન ગિલનું પ્રદર્શન લાજવાબ રહ્યું હતું. તે જાણે છે કે જ્યારે તે આવા ક્રિકેટિંગ શોટ્સ રમે છે ત્યારે તે એક અલગ જ શુભમન ગિલ હોય છે. આજની મેચમાં તેણે જે બોલર્સને ટાર્ગેટ કર્યા અને જે જગ્યાએ શોટ્સ ફટકાર્યા તે ગજબ હતું. આ જ ખાસિયત તેને અલગ બનાવે છે અને અન્ય બેટર્સ પણ તેનામાંથી આત્મવિશ્વાસ મેળવી શકે છે.

તેણે કહ્યું હતું કે અમારી બોલિંગ થોડી નબળી રહી હતી પરંતુ વિરાટ કોહલીની ઈનિંગ્સ ઘણી જ ખાસ હતી. તેણે લાજવાબ બેટિંગ કરી હતી પરંતુ અમે જલદી ડેથ બોલિંગમાં ગયા હતા. હું મારા ખેલાડીઓ પાસેથી આના કરતાં વધારે સારા પ્રદર્શનની આશા રાખી શકું નહીં. ગત વર્ષે અમે સારું પ્રદર્શન કર્યું હતું અને બધી બાબતો અમારી તરફેણમાં રહી હતી. આ વર્ષે અમારા માટે અલગ પડકારો હતા. અમારા ખેલાડીઓએ પ્રતિબદ્ધતા દેખાડી છે. જે રીતે અમારું પ્રદર્શન રહ્યું છે તેનો શ્રેય તમામ ખેલાડીઓને જાય છે.

બેંગલોર અને ગુજરાત વચ્ચે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ આઈપીએલ-2023ની અંતિમ લીગ મેચ હતી. જેમાં બેંગલોરે 20 ઓવરમાં પાંચ વિકેટે 197 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમે પાંચ બોલ બાકી રાખતા ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. ગુજરાતના વિજય સાથે જ બેંગલોરની ટીમ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ હતી. બેંગલોરને પ્લેઓફમાં પહોંચવા માટે ગુજરાત સામે જીતવું જરૂરી હતી. જોકે, તેના પરાજય સાથે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી ગયું છે. ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેતા પ્લેઓફમાં પહોંચી છે. હવે મંગળવારે પ્રથમ ક્વોલિફાયરમાં તેનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે.

Exit mobile version